શોધખોળ કરો

હાલ ગુજરાતમાં કેમ ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે? જાણો આ રહ્યું કારણ

હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ થશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 24 કલાક બાદ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે.

અમદાવાદ: હાલ ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ થશે. હવામાન વિભાગ પ્રમાણે 31 જુલાઈથી કચ્છમાં પણ ધોધમાર વરસાદ પડશે. ભારે વરસાદને લઈને હાલ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એલર્ટ કરી દેવાયા છે જ્યારે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ થશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 24 કલાક બાદ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદની જોવા મળશે. બે સિસ્ટમને કારણે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર અને મહિસાગરમાં પણ ખુબ જ સારો વરસાદ થશે. આગાહી વચ્ચે રવિવારે જ ધમાકેદાર વરસાદ થઈ ગયું છે. જ્યારે 30 જૂલાઈની આસપાસ વરસાદી સિસ્ટમ કચ્છ તરફ આગળ વધતાં મોરબી, જામનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં NDRFની 3-3 ટીમ તૈનાત કરી રાખવામાં આવી છે. દાહોદ ખાતે પણ NDRFની 1 ટીમ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. વલસાડ, નવસારી અને સુરતમાં NDRFની 1-1 ટીમ તૈનાત કરી દીધી છે. આ સિવાય રાજકોટ, ગીર સોમનાથ અને કચ્છમાં NDRFની 1-1 ટીમ જ્યારે ઉ. ગુજરાતના પાટણ, બનાસકાંઠા અને અરવલ્લીમાં NDRFની 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભારે લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવાનું સર્ક્યુલેશન સર્જાયું છે. જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આગામી 3 દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. નોર્થ ઓડિશા અને ઝારખંડ પર બનેલા લો પ્રેશરને કારણે વરસાદી સિસ્ટમ સર્જાઈ છે. તેવી જ રીતે ઉત્તર પ્રદેશ પર સર્જાયેલા અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ આગળ વધીને મધ્યપ્રદેશ તરફ આવી છે. જેની સીધી અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળી રહી છે. જેને લઈને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. 31 જૂલાઈ બાદ એક લો પ્રેશર એરિયા સિસ્ટમ પશ્ચિમ બંગાળમાં તૈયાર થશે. જેના બે કે ત્રણ દિવસ બાદ એટલે કે 2 અને 3 ઓગસ્ટે ગુજરાતમાં સારો વરસાદ પડવાની સંભાવના છે. અત્યાર સુધી અમદાવાદમાં ઓછો વરસાદ નોંધાયો છે, ત્યારે આગામી 28 અને 29 જૂલાઈએ અમદાવાદ અને ગાંધીનગરથી મધ્ય ગુજરાત તરફ પણ સારો વરસાદ જોવા મળશે.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
દૂષિત પાણીએ અમારા ગામમાં 21 લોકોનો લીધો જીવ, 100થી વધુ લોકોને કેન્સર, કોઇ નથી સાંભળતું: ગ્રામજનની વ્યથા
દૂષિત પાણીએ અમારા ગામમાં 21 લોકોનો લીધો જીવ, 100થી વધુ લોકોને કેન્સર, કોઇ નથી સાંભળતું: ગ્રામજનની વ્યથા
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

વિડિઓઝ

Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન
Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Embed widget