શોધખોળ કરો
રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાયું છે. ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ગાંધીનગર: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાયું છે. ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ વર્ષે ચોમાસું મોડૂ પુરૂ થશે.
આ સીઝનમાં 100 ટકાથી વધારે વરસાદ પડી ચુક્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની સારી એવી મહેર રહી છે. વધુ પડતા વરસાદની શક્યતાથી લોકોને લીલા દુકાળની ચિંતા થઈ રહી છે.
રાજ્યમાં કાલે વલસાડ, દમણ, સુરત, ડાંગ, તાપી, ભાવનગર, અમરેલીમાં વરસાદ પડી શકે છે, જ્યારે રવિવારે વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતનાં કેટલાંક જિલ્લામાં હળવાથી મધ્યમ ઝાપટાં પડવાની પણ સંભાવનાઓ જોવા મળે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
