શોધખોળ કરો

Gujarat Rain: આજે 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે શુક્રવારે (25 જુલાઈ) રાજ્યમાં  તાપી, ડાંગ, નર્મદા,નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી મુજબ, આજે શુક્રવારે (25 જુલાઈ) રાજ્યમાં  તાપી, ડાંગ, નર્મદા,નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય 26 જુલાઈ શનિવારે  દાહોદ, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચ, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે આજે વલસાડ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને લઈ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વાપીમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વાપીમાં ભારે વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. વાપી અને કપરાડામાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.  વાપી શહેર અને ગ્રામ્યમાં ધોધમાર ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમા પાણી ભરાયાછે.

ભારે વરસાદથી વાપી શહેર પાણી-પાણી થયું છે. વાપીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.  વાપી શહેરમાં મોટા ગરનાળામાં વરસાદી પાણી ભરાયા છે.ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર  બંધ કરવામાં આવ્યો છે. વાપીમાં ધોધમાર વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે.  વાપીના ઝંડા ચોક મુખ્ય બજાર ટાઉનમાં વરસાદી પાણી ભરાયા છે.  બીજી તરફ કપરાડામાં પણ બે કલાકમાં 3.6 ઇંચ વરસાદ પડ્યો છે.  ભારે વરસાદને લઈને જનજીવનને અસર થઈ છે. વલસાડ જિલ્લા અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈને મધુબન ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને લઈને મધુબન ડેમમાં 43 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ છે.

મોસમનો કુલ સરેરાશ 55.26  ટકા વરસાદ

રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 55.26  ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ રીઝીયનમાં સૌથી વધુ 64 ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 59.11 ટકા, ઉત્તર ગુજરાતમાં 54.04 ટકા, સૌરાષ્ટ્રમાં 54.02 ટકા અને પૂર્વ મધ્યમાં 51.6 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણવાયું છે.

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ 59.42 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં હાલ પાણીનો સંગ્રહ 1,98,503 એમ.સી.એફ.ટી. નોંધાયો છે.  રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,40,817 એમ.સી.એફ.ટીપાણી સંગ્રહાયું છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 61.06 ટકા જેટલું છે.

ટોપ સ્ટોરી

રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Embed widget