શોધખોળ કરો
Advertisement
આગામી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં વરસાદ તૂટી પડશે
8 જુલાઈ આસપાસ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે ૫૦થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનું જોર ધીમે ધીમે વધી રહ્યું છે ત્યારે આગામી 3 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'કચ્છ અને તેની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. હવે તે આગામી ૨૪ કલાકમાં વધુ સક્રિય થશે. મોન્સૂન ટ્રો કચ્છ, અમદાવાદમાંથી પસાર થઇ રહ્યું છે. જેના પગલે આગામી ૩ દિવસ ભારે વરસાદ પડી શકે છે. આજે જે જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે તેમાં અમદાવાદ-કચ્છ-ભરૂચ-સુરત-નવસારી-વલસાડ-રાજકોટ-અમરેલી-ભાવનગરનો સમાવેશ થાય છે.'
8 જુલાઈ આસપાસ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે ૫૦થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. જેને લઈને 9 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખડેવાની સૂચના અપાઈ છે.
આગામી ૩ દિવસ કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી?
૬ જુલાઇ : દ્વારકા, કચ્છ, ભરૃચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવ.
૭ જુલાઇ : દ્વારકા, કચ્છ, આણંદ, પંચમહાલ, દાહોદ, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, મોરબી,ગીર સોમનાથ.
૮ જુલાઇ : પોરબંદર, જુનાગઢ, દ્વારકા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion