શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આગામી બે દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
બંગાળની ખાડીમાં ઉદભવેલા વેલ માર્ક લો પ્રેશર અને સાયક્લોનીક સીસ્ટમના પગલે રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે.
અમદાવાદઃ રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે અગામી બે દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ, મધ્ય ગુજરાત અને કચ્છ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી અતીભારે વરસાદની આગાહી કરાઇ છે. વરસાદને જોતા રાજ્યમાં એનડીઆરએફની 9 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડીમાં ઉદભવેલા વેલ માર્ક લો પ્રેશર અને સાયક્લોનીક સીસ્ટમના પગલે રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે.માછીમારોએ અગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવા ચેતવણી અપાઇ છે. જો કે રાજ્યમાં આઠ ઓગસ્ટથી વરસાદનું જોર ધીમું થશે.
નોંધનીય છે કે, કચ્છમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. પૂર્વ કચ્છના અંજાર, ગાંધીધામ, આદિપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદને કારણે કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સર્જાયા હત. અત્યાર સુધી કચ્છ જિલ્લામાં સિઝનનો 89 ટકાથી વધુ વરસાદ ખાબકી ચુક્યો છે.
ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન પણ એક્શનમાં છે. વરસાદની આગાહીને પગલે NDRFની 9 જેટલી ટીમો રાજ્યના અલગ અલગ ભાગોમાં ડિપ્લોઈડ કરવામાં આવી છે. NDRFની 3 ટીમોને દક્ષિણ ગુજરાત, 5 ટીમોને સૌરાષ્ટ્રમાં ડિપ્લોઈડ કરવામાં આવી છે. જ્યારે એક ટીમને તકેદારીના ભાગરૂપે ગાંધીનગર સ્ટેંડ બાય રાખવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion