શોધખોળ કરો

રાજ્યમાં આગામી પાંચ દિવસે ભારે વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી મોટી આગાહી ?

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ઘણા દિવસોથી અનેક જિલ્લામાં વરસાદી માહોલ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને આગાહી  કરવામાં  આવી છે.

ગાંધીનગર:  ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ઘણા દિવસોથી અનેક જિલ્લામાં વરસાદી માહોલ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને આગાહી  કરવામાં  આવી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.

વલસાડ, નવસારી સહિત આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે.  23 જુલાઈએ લો-પ્રેશર  સક્રિય થવાના કારણે વરસાદી સિસ્ટમ સક્રિય બનશે. આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અન્ય જગ્યાએ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. 

22 થી 25 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે બીજી તરફ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ સહિત મધ્ય ગુજરાતમાં પણ ખાબકી શકે છે.

ઓરસંગ નદી બે કાંઠે

છોટા ઉદેપુરમાં આવેલ ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. મધ્યપ્રદેશમાં સારો વરસાદ થતા અને જિલ્લામાં પણ વરસાદી માહોલના કારણે નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે. જેથી ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. સાથે જ ચેકડેમમાં પણ ઓવરફ્લો થયો છે. ઓરસંગ નદી છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન છે. છોટાઉદેપુર જિલ્લામાં અત્યારસુધી સરેરાશ 16 ટકા જ વરસાદ નોંધાયો છે. પરંતુ ગઈકાલથી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેથી ખેડુતોમાં ફરી એક આશાની કિરણ સેવાઇ રહી છે.

સુરત વિયર કમ કોઝવે બંધ

દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી વરસાદી માહોલના કારણે નદી, ડેમ, ચેકડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. સુરતમાં અને ઉપરવાસમાં વરસાદના કારણે કારણે વિયર કમ કોઝવે બંધ કરવામાં આવ્યો છે. તાપી નદીમાં પાણીની આવક વધતા કોઝવે પરથી પાણી વહી રહ્યા છે. જેથી આ ચોમાસાની સીઝનમાં પહેલી વખત કોઝવે બંધ કરાયો છે. રાંદેર અને કતારગામને જોડતો આ કોઝવે છે.

ટોપ સ્ટોરી

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા
ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ

Embed widget