શોધખોળ કરો

રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદમાં ધોધમાર વરસાદ

સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી વચ્ચે રાજકોટ જિલ્લામાં રવિવારે સવારના સમયે વરસાદ વરસાવ્યા બાદ જિલ્લામાં રાત્રીના ફરી મેઘરાજાનું આગમન થયું છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસશે અતિભારે વરસાદ. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર આગામી પાંચ દિવસ પૂરા ગુજરાતમાં મેઘરાજાની મહેર યથાવત રહેશે. તેમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. તો અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

અમદાવાદમાં ધોધમાર વરસાદ

આજથી ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં વહેલી સવારના જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. રાતભર આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા અને વહેલી સવારે 5 વાગ્યે શહેરના અનેક વિસ્તારમાં વરસાદ શરૂ થ હતો. પહેલા ધીમીધારે વરસાદ શરૂ થયો અને સવારે પોણા છ વાગ્યાને મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી.

શહેરના એસ. જી. હાઈવે, સરખેજ, ઈસ્કોન, પકવાન ચાર રસ્તા, સેટેલાઈટ, પ્રહલાદનગર, શ્યામલ ચાર રસ્તા, થલતેજ, સોલા, સાયંસ સિટી, રાણીપ, બોપલ, ઘુમા, શેલા, શીલજ, એસ.પી. રિંગ રોડ, સાણંદ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો પૂર્વના બાપુનગર, શાહપુર, સરસપુર, નિકોલ, સૈજપુર- બોઘા, નરોડા, ઓઢવ, વસ્ત્રાલ, સીટીએમ, નારોલ, ઈસનપુર, ઘોડાસર, કૃષ્ણનગર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાવવાનું શરૂ થયું છે.

ગોંડલમાં વરસાદ

સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી વચ્ચે રાજકોટ જિલ્લામાં રવિવારે સવારના સમયે વરસાદ વરસાવ્યા બાદ જિલ્લામાં રાત્રીના ફરી મેઘરાજાનું આગમન થયું છે. રાજકોટ શહેરમાં રાત્રીના ધોધમાર દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. તો જિલ્લાના ગોંડલ, ઉપલેટા, કોટડા સાંગાણી, લોધિકા અને રાજકોટ તાલુકાના ગામોમાં પણ ધોધમાર દોઢથી બે ઈંચ જેટલુ પાણી વરસ્યું છે. ધોધમાર વરસાદથી કપાસ અને મગફળી સહિતના પાકને ફાયદો થશે. તો જિલ્લાના અનેક ચેકડેમો ઓવરફ્લો થયા છે. જ્યારે રાજકોટની જીવાદોરી સમાન આજી, ન્યારી અને ભાદર ડેમમાં પાણીની આવક થઈ છે. આ તરફ ગોંડલમા રાત્રીના મેઘરાજાની તોફાની બેટિંગ બાદ વહેલી સવારે પણ ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ગોંડલ શહેર તથા આસપાસના ગોમટા,મોવિયા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget