Song Controversy : સિંગર કિંજલ દવેને હાઇકોર્ટથી ઝટકો, જાણો કેટલો સમય સુધી આ સોન્ગ નહિ ગાઇ શકે?
ગુજરાતી સિંગર કિંજલ દવેની મુશ્કેલીમાં વધારો થયો છે. હાઇકોર્ટે આ સોન્ગ પર આપેલ સ્ટે હવે લંબાવ્યો છે. જાણીએ વિગત
Song Controversy :ચાર-ચાર બંગળી વાળી સોન્ગનો વિવાદ શમનવાનું નામ નથી લેતો. આજે હાઇકોર્ટે આ સોન્ગ પરનો સ્ટે લંબાવવાનો નિર્ણય આપતા હજુ પણ કિંજલ દવે આ સોન્ગ નહી ગાઇ શકે. હાઈકોર્ટે સ્ટે લંબાવતા કિંજલ દવે 26 માર્ચ સુધી ચાર-ચાર બંડગી ગીત ગાઈ શકશે નહી. ઉલ્લેખનિય છે કે, આ સોન્ગના કોપી રાઇટ મુદ્દે રેડ રિબોન એન્ટરટેનમેન્ટ દ્વારા સેશન્સ કોર્ટનાં ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. કારણ કે સેશન્સ કોર્ટે આ કોપીરાઈટના દાવાની અરજી ફગાવી હતી. મામલો હાઇકોર્ટમા પહોંચતા હાઈકોર્ટે હવે સ્ટે લંબાવતા હજું પણ આ સોન્ગને જાહેરમાં ગાવા પર રોક લગાવી છે. આ અંગે વધુ સુનાવણી 26 માર્ચે હાથ ધરાશે.
ઉલ્લેખનિય છે કે, કિંજલ દવેનું આ ચાર ચાર બંગડીવાળી સોન્ગ બહુ જલ્દી લોકપ્રિય થઇ ગયું હતું. આ ગીત પર કોપી રાઇટને લઇને રેડ રીબોન એન્ટરટેઈનમેન્ટ કંપનીએ અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાંની કોમર્શિયલ કોર્ટમાં કોપીરાઇટનો કેસ ફાઇલ કર્યો હતો. પરંતુ રેડ રીબોન એન્ટરટેઈનમેન્ટ કંપનીએ ગીતના કોપીરાઈટ હોવાનું સાબિત ન કરી શકતા આખરે નિર્ણય કિંજલ દવેના પક્ષમાં આવ્યો હતો. જો બાદ આ કંપનીએ કેસ હાઇકોર્ટમાં પડકારતા, કોર્ટે 26 માર્ચ સુધી સ્ટે લંબાવ્યો છે. જેથી કિંજલ દવે જાહેરમાં આ સોન્ગની 26 માર્ચ સુધી નહિ ગાઇ શકે.
સોન્ગને લઇને શું છે વિવાદ
ઉલ્લેખનિય છે કે, કાર્તિક પટેલ નામના યુવકે આ ગીત પર કોપીરાઈટનો કેસ કર્યો હતો. કાર્તિક પટેલ ઓસ્ટ્રેલીયામાં રહે છે. જેને 2015માં આ ગીતની સંકલ્પના કરી હતી. 20 ડિસેમ્બર 2016થી RDC ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર આ ગીત અપલોડ કરવામાં આવ્યું હતું જે ખૂબ જ લોકપ્રિય થયું હતું. ત્યાર બાદ કોર્ટે કિંજલ દવેને 1 લાખનો દંડ પણ ફટકાર્યો હતો અને આ ગીત ગાવા પર પ્રતિબંધ પણ મુક્યો હતો. જોકે, હવે કોર્ટે ગીત ગાવા પર પ્રતિબંધ હટાવી લેતા કિંજલ દવેને મોટી રાહત મળી છે. ચાર ચાર બંગડી વાળી ગાડી ગીતના કોપીરાઈટને લઇને રેડ રીબોન એન્ટરટેઇર્ન્મેટ પ્રા. લી. નામની કંપનીએ અમદાવાદ સિટી સિવિલ કોર્ટની કોમર્શિયલ કોર્ટમાં કેસ ફાઇલ કર્યો હતો અને જણાવ્યું હતું કે, ચાર ચાર બંગડી વાળી ગાડી ગીતના કોપીરાઈટ હક્કો કંપનીએ કાર્તિક પટેલ નામની વ્યક્તિ પાસેથી ખરીદેલા છે. જેથી આ ગીતના કોપીરાઈટના હક્કો કંપની પાસે હોવાથી કંપનીની મંજૂરી વગર કિંજલ દવે કે અન્ય કોઇ વ્યક્તિ આ ગીતને ગાઇ શકે નહીં અને ડિજિટલ પ્લેટફોર્મ પર મુકી શકે નહીં.