(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના 6 અધિકારીઓને મળશે ગૃહમંત્રી મેડલ, પ્રથમ વખત સાળી-જીજાજીને એક સાથે મળશે સન્માન
463 પોલીસ અધિકારીઓને આ વર્ષનો એવોર્ડ આપવામાં આવશે, જે દેશભરમાંથી તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરાશે.
Home Minister Medal Gujarat police: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 2024 માટે કાર્યક્ષમતા પદક એવોર્ડની સૌગાત આપી છે. વર્ષના શ્રેષ્ઠ પોલીસ અધિકારીઓને સન્માનિત કરવામાં આવશે, જેમાં ગુજરાતના કુલ છ અધિકારીઓનો સમાવેશ થાય છે.
463 પોલીસ અધિકારીઓને આ વર્ષનો એવોર્ડ આપવામાં આવશે, જે દેશભરમાંથી તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરાશે. આ પદક એ અધિકારીઓને આપવામાં આવે છે જેઓએ પોતાની ફરજ દરમિયાન અસાધારણ બિરદાવવાયક કાર્ય કર્યું હોય.
ગુજરાતના ગૌરવશાળી અધિકારીઓમાં સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય, પોલીસ એસપી લવીના સિન્હા, એટીએસના ડીવાયએસપી વીરજીતસિંહ પરમાર, પીઆઈ હરપાલસિંહ રાઠોડ, પીઆઈ મયુર પટેલ અને પીઆઈ અમરસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે.
ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે આ પદક ત્રણ મુખ્ય ઉદ્દેશ્ય સાથે પ્રદાન કરવામાં આવે છે. પ્રથમ, સારી કામગીરી બદલ પ્રોત્સાહન, બીજું, ઉત્કૃષ્ટ ક્ષમતા પ્રદર્શિત કરનાર અધિકારીઓને સન્માન, ને ત્રીજું, પોલીસ વહીવટમાં ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન.
ઉલ્લેખનીય છે કે આ પસંદગી અત્યંત સૂક્ષ્મ મૂલ્યાંકન બાદ કરવામાં આવી છે. પ્રત્યેક ઉમેદવારની કાર્યક્ષમતા, ટીમ સ્પિરિટ, પડકારજનક પરિસ્થિતિઓમાં પ્રદર્શન, ગૌરવ, ત્યાગ, કર્તવ્ય પ્રત્યેની વફાદારીને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે.
It is a matter of great pride and happiness that six police officers of Gujarat have been awarded the "Kendriya Grihmantri Dakshata Padak", 2024 for excellence in crime investigation. Gujarat Police is committed to thorough professionalism in all aspects of police functioning. pic.twitter.com/qMBxwCADc3
— DGP Gujarat (@dgpgujarat) October 31, 2024
નિર્લિપ્ત રાયનો પરિચય
ઉત્તર પ્રદેશ મૂળના નિર્લિપ્ત રાય ગુજરાત રાજ્યના મોનિટરિંગ સેલ (SMC)માં પોલીસ અધિક્ષક તરીકે કાર્યરત છે. 28 ફેબ્રુઆરી, 1983ના રોજ જન્મેલા રાયએ વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી છે. 2010ના IPS બેચના આ અધિકારીએ અમરેલી, સુરત અને અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં પોલીસ અધિક્ષકની જવાબદારી નિભાવી છે.
ડૉ. લવિના સિન્હાનો પરિચય
2017ના IPS બેચની ડૉ. લવિના સિન્હા હાલમાં અમદાવાદ પોલીસમાં DCP ક્રાઈમ તરીકે કાર્યરત છે. તેઓ ડિજિટલ ધરપકડ સહિત અન્ય કેસોની અસરકારક તપાસ માટે પ્રસિદ્ધ છે. તેઓ વિદેહ ખરે સાથે લગ્ન કરી ચૂક્યાં છે અને હાલમાં અમદાવાદના ડીડીઓ પણ છે.
કેન્દ્ર સરકારે પોલીસ દળો, સુરક્ષા સંગઠનો, ઇન્ટેલિજન્સ અને ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે કાર્યરત લોકો માટે નવા 'ગૃહ મંત્રી કાર્યક્ષમતા મેડલ'ની જાહેરાત કરી છે. આ મેડલ ઉપર સરદાર પટેલની તસવીર, 'રાષ્ટ્ર પ્રહરી' અને 'જય ભારત' જેવા શબ્દો અંકિત કરવામાં આવશે. વર્ષમાં માત્ર એક વાર આ મેડલ આપવામાં આવે છે.
રોચક વાત એ છે કે નિર્લિપ્ત રાય લવિના સિન્હાના સગા જીજાજી થાય છે. અને બંને IPS અધિકારીઓએ આ મહત્વપૂર્ણ પુરસ્કાર મેળવ્યો છે.