Video: ડાકોર મંદિરમાં નૂતન વર્ષની અનોખી ઉજવણી: 80 ગામના લોકો 151 મણનો અન્નકૂટ લૂંટીને લઈ ગયા
Dakor temple Annakoot event: નવા વર્ષના પહેલા દિવસે અનેક મંદિરોમાં ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવે છે અને એ અન્નકૂટ ભક્તોને પ્રસાદી સ્વરૂપે આપવામાં આવે છે.
Dakor Temple New Year celebration: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં નૂતન વર્ષની અલગ જ રીતે ઉજવણી કરવામાં આવે છે. અહીં આગળ ભગવાન રાજા રણછોડને 151 મણનો અન્નકૂટ ધરાવવામાં આવે છે. ત્યારબાદ મંદિર દ્વારા આમંત્રણ આપેલા 80 જેટલા ગામના લોકો આ અન્નકૂટ લૂંટતા હોય છે.
સ્વભાવિક રીતે નવા વર્ષના પહેલા દિવસે અનેક મંદિરોમાં ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવે છે અને એ અન્નકૂટ ભક્તોને પ્રસાદી સ્વરૂપે આપવામાં આવે છે. પરંતુ યાત્રાધામ ડાકોરમાં 151 મણનો અન્નકૂટ ભગવાન સામે ધરાવામાં આવે છે અને તેને લૂંટવાનું આમંત્રણ આપવામાં આવે છે. વર્ષોથી ચાલતી આવતી આ પ્રથામાં આજે વહેલી સવારે ભગવાન રાજા રણછોડની મંગળા આરતી બાદ ભગવાનનું કેસર સ્નાન કરાવવામાં આવ્યું ત્યારબાદ ભગવાનને શણગાર કરવામાં આવ્યો હતો.
બપોરના સમયે ભગવાનનું મંદિર બંધ કરી અંદરના ભાગે ભગવાનની સન્મુખ સેવકો દ્વારા અન્નકૂટ પીરસવામાં આવ્યો હતો. આ અન્નકૂટની સામગ્રીની વાત કરીએ તો બુંદી, ભાત અને અલગ અલગ અનેક મીઠાઈઓ સાથે સાથે ભગવાનને ધરાવામાં આવતો જે રાજભોગ છે તે પીરસવામાં આવે છે. અગાઉથી જ મંદિર દ્વારા આજુબાજુના 80 જેટલા ગામના લોકોને આ અંકુટ પ્રસાદી લૂંટવા માટેનું આમંત્રણ આપવામાં આવે છે. તો આજના દિવસે આજુબાજુના 80 જેટલા ગામના લોકો પોતાનો હક સમજી આ અન્નકૂટ હોશે હોશે લૂંટી જતા હોય છે અને પોતાના સગા વાલે પ્રસાદી સ્વરૂપે મોકલતા હોય છે. આ અન્નકૂટ ઉત્સવ આમ તો નવા વર્ષના પહેલા દિવસે હોય છે પરંતુ આજે પડતર દિવસ હોય નક્ષત્ર મળતું હોય માટે આજે આ અન્નકૂટ ઉત્સવ ડાકોર મંદિરમાં ઉજવવામાં આવ્યો હતો.
ડાકોર મંદિરમાં નૂતન વર્ષની અનોખી ઉજવણી: 80 ગામના લોકો 151 મણનો અન્નકૂટ લૂંટીને લઈ ગયા#newyear #gujaratinewyear #dakor #dakortemple pic.twitter.com/NYjuFjtwFx
— ABP Asmita (@abpasmitatv) November 1, 2024
સમગ્ર પ્રથામાં સૌપ્રથમ ભગવાનની સમક્ષ ગોવર્ધન પર્વતની પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ અન્નકૂટ પીરસી અને મંદિરના જે મુખ્ય દ્વાર હોય છે તે ખોલી દેવામાં આવતા હોય છે. મંદિરના દ્વાર ખુલતા ની સાથે જ બહાર ઉભેલા પ્રસાદ લૂંટવા આવેલા લોકો ચિત્તા ની જેમ અન્નકૂટ ઉપર તરાપ મારવામાં આવતી હોય છે અને પ્રસાદી લૂંટી અને પોતાના ઘરે જતા જતા બહાર ઉભેલા ભક્તોને પ્રસાદી આપતા હોય છે.
આ પણ વાંચોઃ