Gujarat flood: પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે કેન્દ્રીય ટીમ, ગૃહ મંત્રાલયે ટીમની કરી રચના
ઓગસ્ટના છેલ્લા દિવસોમાં એટલે કે 25 થી 30 ઓગસ્ટ વચ્ચે રાજસ્થાન અને ગુજરાત પરના ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાતમાં પુષ્કળ વરસાદ થયો હતો.
ઓગસ્ટના છેલ્લા દિવસોમાં એટલે કે 25 થી 30 ઓગસ્ટ વચ્ચે રાજસ્થાન અને ગુજરાત પરના ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાતમાં પુષ્કળ વરસાદ થયો હતો. રાજ્યભરમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુજરાતમાં વરસાદ અને પૂરના કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે ટીમની રચના કરી છે.
પૂરને કારણે થયેલા નુકસાનની માહિતી મેળવવા ટીમ બનાવવામાં આવી છે
એક સત્તાવાર નિવેદન અનુસાર, ટીમ ટૂંક સમયમાં ગુજરાતના પૂર પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લેશે. જ્યાં 25 અને 30 ઓગસ્ટ વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ થયો હતો. ગૃહ મંત્રાલયે ગુજરાતમાં વરસાદ અને પૂરને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (NIDM)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના નેતૃત્વ હેઠળ ઇન્ટર-મિનિસ્ટ્રિયલ સેન્ટ્રલ ટીમ (IMCT) ની રચના કરી છે, એમ નિવેદનમાં જણાવાયું છે.
ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ગૃહ મંત્રાલય આ રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓના સંપર્કમાં છે. જો તેઓ વ્યાપક નુકસાનની જાણ કરશે, તો IMCT ત્યાં પણ મોકલવામાં આવશે.
શક્ય તમામ મદદ પૂરી પાડવા માટે તમામ પ્રયાસો કરવામાં આવે છે
તમને જણાવી દઈએ કે આ વર્ષે ચોમાસા દરમિયાન કેટલાક અન્ય રાજ્યો પણ ભારે વરસાદ, પૂર, વાદળ ફાટવા અને ભૂસ્ખલનથી પ્રભાવિત થયા છે. ગૃહ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અસરગ્રસ્ત રાજ્યોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓગસ્ટ 2019માં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ, ગૃહ મંત્રાલયે આ વર્ષે IMCTની રચના કરી હતી. જેમણે પૂર અને ભૂસ્ખલન પ્રભાવિત રાજ્યો આસામ, કેરળ, મિઝોરમ અને ત્રિપુરાની મુલાકાત લીધી હતી.
ગૃહ મંત્રાલયે ગુજરાતમાં વરસાદ અને પૂરને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (એનઆઇડીએમ)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની આગેવાની હેઠળ એક ઇન્ટર-મિનિસ્ટિરિયલ સેન્ટ્રલ ટીમ (આઇએમસીટી)ની રચના કરી છે. આઇએમસીટી ટૂંક સમયમાં જ રાજ્યનાં પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેશે.
ગુજરાત રાજ્યને ભારેથી અતિભારે વરસાદની ગંભીર અસર થઈ હતી. મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્યોમાં પણ ભારેથી અતિભારે વરસાદની અસર થઈ હતી. વર્ષ દરમિયાન, હિમાચલ પ્રદેશ રાજ્ય પણ ભારે વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલનના વિવિધ ઝાપટાથી પ્રભાવિત થયું છે. ગૃહ મંત્રાલય આ રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ સાથે સંપર્કમાં છે, અને જો તેઓ દ્વારા ગંભીર નુકસાનની જાણ કરવામાં આવે તો તેઓ ત્યાં પણ આઇએમસીટીની નિયુક્તિ કરશે.