શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ઈડરઃ ત્રણ યુવકોને નગ્ન યુવતી તરીકે દર્શાવતા મોર્ફ કરેલા ફોટા સોશિયલ મીડિયા પર મૂકી દેવાયા, યુવકોને કઈ રીતે પડી ખબર ?
સાઈબર ક્રાઈમ તપાસ શરૂ કરે એ પહેલાં બીજા દિવસે યુવકનો આ જ પ્રકારે સ્ત્રીવેશમાં મોર્ફ કરેલો અશ્લિલ ફોટો ઈસ્ટાગ્રામ પર જોવા મળ્યો હતો.
![ઈડરઃ ત્રણ યુવકોને નગ્ન યુવતી તરીકે દર્શાવતા મોર્ફ કરેલા ફોટા સોશિયલ મીડિયા પર મૂકી દેવાયા, યુવકોને કઈ રીતે પડી ખબર ? how 3 man of idar know that their morphed photos uploaded on social media ઈડરઃ ત્રણ યુવકોને નગ્ન યુવતી તરીકે દર્શાવતા મોર્ફ કરેલા ફોટા સોશિયલ મીડિયા પર મૂકી દેવાયા, યુવકોને કઈ રીતે પડી ખબર ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/15165527/demo1.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(પ્રતીકાત્મક તસવીર)
ઈડરઃ ઈડરમાં બનેલી વિચિત્ર ઘટનામાં ત્રણ યુવકોના ફોટા મોર્ફ કરીને તેમને યુવતી તરીકે નગ્નાવસ્થામાં દર્શાવતા ફોટા ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દેવાયા હતા. આ ફોટાથી ક્ષોભજનક સ્થિતિમાં મુકાયેલા એક યુવકે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. જો કે સાઈબર ક્રાઈમ હજુ સુધી આ હરકત કરનાર સુધી પહોંચી શકી નથી.
સદાતપુરા ગામના એક યુવકના ફેસબુક એકાઉન્ટ પર 30 સપ્ટેમ્બરનાં રોજ ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી. યુવકે રીકવેસ્ટ મોકલનારની પ્રોફાઈલ તથા ફેસબુક ચેક કરતાં યુવકનો પોતાનો સ્ત્રીવેશમાં મોર્ફ કરેલો અશ્લિલ ફોટો જોવા મળ્યો હતો. આ ફોટો જોઈ ચોંકી ગયેલા યુવકે બીજા જ દિવસે સાઈબર ક્રાઈમ, હિંમતનગરની ઓફિસમાં જઈ લેખિત ફરિયાદ આપી હતી.
સાઈબર ક્રાઈમ તપાસ શરૂ કરે એ પહેલાં બીજા દિવસે યુવકનો આ જ પ્રકારે સ્ત્રીવેશમાં મોર્ફ કરેલો અશ્લિલ ફોટો ઈસ્ટાગ્રામ પર જોવા મળ્યો હતો. ત્યાર બાદ ગામના અને યુવકની નજીકમાં જ રહેતા અન્ય બે યુવકોના પણ એક બાદ એક મોર્ફ કરેલ અશ્લિલ ફોટા ફેસબુક-ઈસ્ટાગ્રામ પર અપલોડ કરાતાં આ યુવકોની હાલત કફોડી થઈ ગઈ છે. આવા ઘણા ફોટા ફેસબુક આઈડી પર અપલોડ કરવામાં આવ્યા છે.
એક જ ગામના ત્રણ યુવકોના ફોટા આ પ્રકારે અપલોડ થતાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. સાઈબર ક્રાઈમ તાકિદે કાર્યવાહી કરી આવું ગુનાહિત કૃત્ય આચરનારને ઝડપી પાડે તેવી માંગ થઈ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)