Lok Sabha Elections Result 2024: બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર જાણો કેટલા મતોથી ચાલી રહ્યા છે આગળ
દેશમાં આજે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર કરવામાં આવશે. ગેનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે. ગેનીબેન ઠાકોર 1500 મતથી આગળ ચાલી રહ્યા છે.
Elections Result 2024: દેશમાં આજે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર કરવામાં આવશે. ગેનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે. ગેનીબેન ઠાકોર 1500 મતથી આગળ ચાલી રહ્યા છે. બનાસકાંઠા બેઠક પર મતગણતરી શરુ થઈ ગઈ છે. ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતગણતરી ચાલી રહી છે .
પરશોત્તમ રુપાલા આગળ
ગાંધીનગર બેઠક પરથી કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ 10 હજાર મતથી આગળ ચાલી રહ્યા છે. નવસારી બેઠક પરથી સીઆર પાટીલ આગળ ચાલી રહ્યા છે. રાજકોટ લોકસભા બેઠક પરથી પરશોત્તમ રુપાલા આગળ ચાલી રહ્યા છે. મહેસાણાથી હરિભાઈ પટેલ આગળ ચાલી રહ્યા છે.
ભાવનગરથી ભાજપના નિમુબેન મકવાણા આગાળ ચાલી રહ્યા છે. ખેડા બેઠક પરથી દેવુસિંહ આગળ ચાલી રહ્યા છે. દાહોદ બેઠક પરથી જસવંતસિંહ ભાભોર આગળ ચાલી રહ્યા છે. મહેસાણાથી રામજી ઠાકોર આગળ ચાલી રહ્યા છે. જામનગર, બનાસકાંઠા બેઠક પર કૉંગ્રેસ આગળ ચાલી રહી છે.
પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 102 બેઠકો પર મતદાન થયું હતું
પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થયું હતું. આ સમયગાળા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થયું હતું.
બીજો તબક્કામાં 26 એપ્રિલે 89 બેઠકો પર મતદાન થયું હતું
બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થયું હતું. બીજા તબક્કામાં દેશોના 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું. દેશની 89 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.
ત્રીજા તબક્કામાં 7મેના રોજ 94 બેઠકો પર મતદાન થયું હતું
ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.
ચોથા તબક્કામાં 13 મેના રોજ 96 બેઠકો પર મતદાન થયું હતું
ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ મતદાન થયું હતું. આ સમયગાળા દરમિયાન દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.
પાંચમા તબક્કામાં 20 મેના રોજ 49 બેઠકો પર મતદાન થયું હતું
પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થયું હતું. આ સમયગાળા દરમિયાન 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.
છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ 57 બેઠકો પર મતદાન થયું હતું
છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થયું હતું. આ દિવસે દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.
સાતમા તબક્કામાં 57 સીટો પર 1 જૂને મતદાન થયું હતું
સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને થયું હતું. છેલ્લા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું. આ દરમિયાન 57 લોકસભા સીટો પર મતદાન થયું હતું.