Ahmedabad Plane Crash: IMAએ ટાટા ગ્રૂપને દુર્ઘટનાનો ભોગ બનેલા મેડિકલના વિદ્યાર્થીઓ માટે સહાયની કરી માંગણી, ચેરમેનને લખ્યો પત્ર
Ahmedabad Plane Crash: વિમાન દુર્ઘટનામાં મેડિકલના 4 વિદ્યાર્થીના મોત થયા છે. તો વિદ્યાર્થી ઉપરાંત અન્ય 19 લોકોએ જીવ ગુમાવ્યો છે.

Ahmedabad Plane Crash:ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ની ગુજરાત શાખાએ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનને પત્ર લખ્યો છે. IMA એ જણાવ્યું હતું કે, તે જીવ ગુમાવનારા મુસાફરોના પરિવારોને ₹ 1 કરોડના વળતરની જાહેરાત અને BJMC કોલેજ હોસ્ટેલના નવીનીકરણમાં મદદ કરવા બદલ આભારી છે. તે હોસ્ટેલમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અથવા ઘાયલ થયેલા વિદ્યાર્થીઓ માટે નાણાકીય મદદનો અનુરોધ કર્યો છે.
ઉલ્લેખનિય છે કે, 12 જૂને એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયો ત્યારે વિમાનનો કેટલોક ભાગ બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ પર તૂટી પડ્યો હતો આ સમયે લંચનો સમય હોવાથી કૂક સહિત મેડિકલના વિદ્યાર્થો લંચ લઇ રહ્યાં હતા. આ વિધાર્થીઓમાં કેટલાક ઘાયલ થયા છે તો 4 એમબીએસના વિદ્યાર્થીઓ મૃત્યુ આપ્યાં છે. જેને અનુલક્ષીને આ ઘટનાના ભોગ બનેલા મેડિકલના વિદ્યાર્થી અને મૃતકના પરિવારના સહાય રકમ આપવા પણ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને અનુરોધ કર્યો છે. ઉલ્લેખિય છે કે, આ દુર્ઘટનામાં મેડિકલના 4 વિદ્યાર્થીના મોત થયા છે તો વિદ્યાર્થી ઉપરાંત અન્ય 19 લોકોએ જીવ ગુમાવ્યો છે.
એક મહિલા તબીબને પણ ઈજા પહોંચી છે. રાકેશ દિયોરા, આર્યન રાજપૂત, માનવ ભાડૂ, જયપ્રકાશ ચૌધરી એમબીએસનું મોત થયું છે.
#AhmedabadPlaneCrash | Indian Medical Association, Gujarat State Branch writes to the Chairman of Tata Sons, requesting support for injured and deceased Medical Students at the BJ Medical College, Ahmedabad.
— ANI (@ANI) June 14, 2025
"We humbly request you to consider extending financial assistance &… pic.twitter.com/EIxobbDPAl
-NSG, NDRF, CISF ટીમો હોસ્ટેલની છત પર કાટમાળની તપાસ કરી રહી છે
NSG, NDRF, વાયુસેના, FSL, ફાયર રેસ્ક્યુ ફોર્સ, AAIB, DGCA અને CISF ની ટીમો અમદાવાદમાં ડોક્ટર્સ હોસ્ટેલની છત પર પહોંચી અને ફ્લાઇટના કાટમાળની તપાસ કરી.
#WATCH | #AhmedabadPlaneCrash | NSG, NDRF, Air Force, FSL, Fire rescue force, AAIB, DGCA, and CISF teams inspect the wreckage of the ill-fated London-bound Air India flight on the rooftop of the doctors' hostel in Ahmedabad.
— ANI (@ANI) June 14, 2025
Of the 242 people onboard the plane, 241 people,… pic.twitter.com/lsp4cHzqqJ
-અત્યાર સુધીમાં 8 મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા છે, 241 લોકોના DNA નમૂના લેવામાં આવ્યા છે.
સિવિલ હોસ્પિટલમાં DNA નમૂના લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઉપરાંત, અહીં એક મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે. પરિવારોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે ચર્ચા કરવામાં આવી રહી છે.





















