(Source: ECI/ABP News/ABP Majha)
કેનેડા ગયેલા ગુજરાતના વિદ્યાર્થીઓને શું નહીં આવડતું હોવાથી PR ના મળ્યા ? જાણો બહુ મહત્વના સમાચાર
કેનેડાના ક્યુબેક પ્રાંતમાં પીઆર માટે અરજી કરનારા વિદ્યાર્થીઓ માટે ફ્રેન્ચ ભાષા ફરજીયાત કરવામાં આવી છે. આ નિયમથી અજાણ હોવાના કારણે ઘણા વિદ્યાર્થીઓ ત્યાં ગયા પછી પાછા ફરવું પડે તેવી સ્થિતિ ઉભી થાય છે.
ગુજરાતના વિદ્યાર્થીઓમાં હાલ અમેરિકાના બદલે કેનેડા જવાનો વધારે ક્રેઝ છે. જેનું કારણ કેનેડાની સરળ અને ઝડપી પીઆર નીતી છે. પરંતુ કેનેડાનો એક પ્રાંત એવો છે જ્યાં ફ્રેન્ચ ન આવડતું હોય તો પીઆર આપવામાં આવતું નથી અને વિદ્યાર્થીએ પાછા ફરવું પડે તેવી સ્થિતિ ઉભી થાય છે. ઘણા વિદ્યાર્થીઓને આ અંગે ખબર હોતી નથી.
કેનેડાના ક્યુબેક પ્રાંતમાં પીઆર માટે અરજી કરનારા વિદ્યાર્થીઓ માટે ફ્રેન્ચ ભાષા ફરજીયાત કરવામાં આવી છે. આ નિયમથી અજાણ હોવાના કારણે ઘણા વિદ્યાર્થીઓ ત્યાં ગયા પછી પાછા ફરવું પડે તેવી સ્થિતિ ઉભી થાય છે. ક્યુબેકમાં ફ્રેન્ચ લોકોની વસતિ વધારે હોવાથી અહીં ફ્રેન્ચ ભાષા ફરજીયાત છે. અમદાવાદનો એક વિદ્યાર્થી અહીં બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા આવ્યો હતો, પરંતુ તેને ફ્રેન્ચ આવડતી ન હોવાથી પીઆર અરજી ફગાવી દેવામાં આવી હતી. જ્યારે તેના મતા-પિતાએ ભારતમાં એજન્ટનો સંપર્ક કર્યો ત્યારે તેને પણ ક્યુબેકમાં ફ્રેન્ચ ફરજીયાત હોવાની જાણ નહોતી.
આ કિસ્સો હાલ કેનેડા જતાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે લાલબત્તી સમાન છે. કેનેડામાં પીઆમ રમાટે યોગ્ય ઈમિગ્રેશન સલાહકારનો સંપર્ક કરવો જોઈએ અને તે બાદ જ સ્થાયી થવાની યોજના બનાવવી જોઈએ. પશ્ચિમ કેનેડામાં ઘણી તકો છે અને નોકરીની પણ સંભાવના છે. પરંતુ લોકો યોગ્ય માહિતી લેતા નથી અને ટોરેન્ટો અને અન્ય ભાગો સુધી જ મર્યાદીત રાખે છે.
ક્યુબેકમાં ફ્રેન્ચ લોકોની વસતિ વધારે હોવાથી ત્યાં ઈમિગ્રેશન માટે આ ભાષા મુખ્ય છે. જે વિદ્યાર્થીઓ પીઆર માટે અરજી કરે છે તેમણે અંગ્રેજી ભાષાનો ક્વોટો ભરાયો હોય ત્યારે ફ્રેન્ચ ડાઉનસ્ટ્રીમ પસંદ કર્યુ હોય અને ટેસ્ટ આપવાનું કહેવામાં આવે ત્યારે નિષ્ફળ જાય છે. આવા વિદ્યાર્થીઓ માટે પૂરતી વર્ક પરમિટ નથી હોતી અને ખૂબ ઓછો સમય બચ્યો હોવાથી ભારત પરત ફરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહેતો નથી. તેથી કેનેડા અને ખાસ કરીને ક્યુબેક જતાં પહેલા આ બાબત ખાસ જાણી લેવી જોઈએ.