કાળઝાળ ગરમીથી શેકાવા રહો તૈયાર, હવામાન વિભાગે ચાર દિવસ યલો એલર્ટ જાહેર કર્યુ
હવામાન વિભાગના મતે રાજ્યમાં ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે
ગાંધીનગરઃ રાજ્યમાં દિવસને દિવસે ઉનાળો વધુ આકરો બની રહ્યો છે. હવામાન વિભાગે પણ આગામી ચાર દિવસ રાજ્યમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે..આજે અને સોમવારે ઓરેન્જ જ્યારે મંગળ અને બુધવારે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના મતે રાજ્યમાં ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. બે દિવસ જ્યાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં કચ્છમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં બે દિવસમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થવાની શક્યતા છે.
રાજ્યમાં શનિવારે નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો 39.4 ડિગ્રી સાથે સુરેંદ્રનગર સૌથી ગરમ શહેર બન્યું છે. જ્યારે ભૂજ અને રાજકોટમાં ગરમીનો પારો 38.9 ડિગ્રી પર પહોંચ્યો હતો. કેશોદમાં ગરમીનો પારો 38.5 ડિગ્રી પર પહોંચ્યો હતો. જ્યારે નલિયા અને કંડલા પોર્ટ પર ગરમીનો પારો 38.6 ડિગ્રી, સુરતમાં 38.2 ડિગ્રી, અમરેલીમાં 38 ડિગ્રી, તો અમદાવાદ, ડીસા અને પોરબંદરમાં ગરમીનો પારો 37.6 ડિગ્રી પર પહોંચ્યો હતો. માર્ચ મહિનાની શરૂઆતથી જ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો વધતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
ગુજરાત કોંગ્રેસમાં નવાજૂનીનાં એંધાણ, 25 ધારાસભ્યોએ રાહુલને પત્ર લખીને કેમ માગ્યો મળવાનો સમય ?
હવે ફોટાને અલગ-અલગ ઇફેક્ટ્સ આપવા કામ આવશે ગૂગલ ફોટો, જલદી રિલીઝ થઇ રહ્યું છે ખાસ ફિચર, જાણો
ઋત્વિક હવે આ મોટી ફિલ્મમાં કરશે કામ, પિતા રાકેશ રોશને તૈયારીઓ કરી દીધી શરૂ, જાણો વિગતે