સુરેન્દ્રનગરમાં જુગારધામ ચલાવનાર શખ્સનો પોલીસ પર ગંભીર આરોપ, 20 લાખ રૂપિયાનો હપ્તો આપવાની ના પાડતા દરોડા પાડ્યા
સુરેન્દ્રનગરના સૌકા ગામમાં જુગારધામ ચલાવનાર વ્યક્તિએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના સૌકા ગામમાં જુગારધામ ચલાવનાર વ્યક્તિએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. મળતી જાણકારી અનુસાર, સુરેન્દ્રનગરના સૌકા ગામમાં જુગારધામ ચલાવનાર વ્યક્તિએ એસઓજી પીએસઆઇ પઢિયાર અને એસઓજી કોન્સ્ટેબલ હરદેવસિંહ ઝાલા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. પીએસઆઇ પઢિયાર અને કોન્સ્ટેબલ હરદેવસિંહ મોટા હપ્તા લેવા હોવાનો આરોપ લગાવ્યો હતો.
જુગારધામ ચલાવનાર વ્યક્તિએ આરોપ લગાવ્યો હતો કે સૌકા ગામે ગુડદી પાસેનો જુગાર ચલાવવા છેલ્લા બે વર્ષથી સુરેન્દ્રનગર એસઓજી પોલીસ દર મહિને 12 લાખનો હપ્તો લે છે. જોકે બાદમાં 12 લાખના બદલે 20 લાખ રૂપિયાનો હપ્તો આપવાનો ઇનકાર કરતા પોલીસે દરોડા પાડ્યા હોવાનો પણ તેણે આરોપ લગાવ્યો હતો. સાથે એસઓજી પીએસઆઇ પઢિયાર અને કોન્સ્ટેબલ હરદેવસિંહને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી. થોડા દિવસો પહેલા સૌકા ગામની સીમમાંથી LCB પોલીસે ૩૮ જુગારીઓને રોકડ સહિત કુલ રૂ.૨૮.૭૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.
Kheda: ગળતેશ્વરમાં માતાએ પુત્ર-પુત્રી સાથે કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી, ગામમાં શોકનો માહોલ
ખેડા: ખેડાના ગળતેશ્વરમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. અહીં માતાએ પોતાના બે બાળકો સાથે કેનાલમા ઝંપલાવ્યું હતું. પતિ અમદાવાદમાં મજુરી કામ કરે છે. ઠાસરા તાલુકાના ઉનાળિયા ગામથી ગઈકાલે બે બાળકો સાથે માતા નિકળી હતી.
અસ્થિર મગજની માતા અગાઉ પણ ઘર છોડી ચાલી ગઈ હતી. ગઈકાલે બે બાળકો સાથે મહિ કેનાલમાં ઝંપલાવ્યું હતું. મહિલાનો પતિ અમદાવાદમાં મજૂરી કામ કરે છે. બનાવને લઈ ઉનાળિયા ગામમાં શોકનો માહોલ છે. માતા અને બાળકોના મૃતદેહને પીએમ માટે સેવાલીયા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.
સેવાલીયા પોલીસે આ ઘટનામાં ગુનો દાખળ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મેનપુરા સેવણિયા વિસ્તારમાંથી તમામ લાશ મળી આવી છે.
ઠાસરાના ઉનાળિયા ગામેથી ગઈકાલે માતા નીકળી હતી. ત્યારે બે બાળકો સાથે મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું છે. 5 વર્ષની દિકરી અને 3 વર્ષનાં દિકરા સાથે મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું હતું. ત્યારે મહિલાનો પતિ અમદાવાદમાં મજૂરી કામ કરે છે.
મૃતકોના નામ
રિયાબેન વિજયભાઈ રાઠોડ ઉંમર- 5 વર્ષ
જયરાજ રાઠોડ ઉંમર- 3 વર્ષ
Ahmedabad: રમતા રમતા બાળક સાબરમતીમાં પડ્યું, તેને બચાવવા જતા માતાપિતા પણ ડૂબવા લાગ્યા ત્યાં જ દેવદૂત બનીને આવી પોલીસ
વેસ્ટ રિવરફ્રન્ટ પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ગઈકાલે રિવરફ્રન્ટ પર પોતાના દીકરા સાથે ફરવા આવેલ એક દંપત્તિ સાથે દુર્ઘટના ઘટી હતી. હકિકતમાં જ્યારે આ દંપત્તિ રિવરફ્રન્ટમાં બેઠું હતું ત્યારે તેમનો દીકરો નદીમાં પડી ગયો હતો. જે બાદ પોલીસે બોટ મારફતે રેસ્ક્યુ કરી સુરક્ષિત રૂપે બહાર કાઢ્યો હતો