Valsad: આ શહેરમાં પ્રમુખસ્વામી આદિજાતિ છાત્રાલયનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ
વલસાડ: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાસિક બાયપાસ રોડ પર સ્વામિનારાયણ વિદ્યાપીઠ સંચાલિત પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરના નૂતન આદિજાતિ છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વલસાડ: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાસિક બાયપાસ રોડ પર સ્વામિનારાયણ વિદ્યાપીઠ સંચાલિત પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરના નૂતન આદિજાતિ છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના નાણાં,ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુ દેસાઈની ઉપસ્થિત રહ્યા હતા.
સીએમએ ટ્વીટમાં શું લખ્યું ?
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પૂજ્ય સંતગણની ઉપસ્થિતિમાં BAPS સંસ્થા દ્વારા નિર્મિત ‘પ્રમુખસ્વામી આદિજાતિ છાત્રાલય’નું લોકાર્પણ કર્યું. આદિજાતિ યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપીને આર્થિક રીતે પગભર કરવા સાથે તેમને અભ્યાસ, રહેવા, જમવાની સુવિધા આપતા આ સંકુલની સુંદર સુવિધા ઉભી કરવા બદલ… pic.twitter.com/RYMMkpl8qi
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 24, 2023
લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા જણાવ્યું કે,વર્તમાન સમયમાં સારા સંસ્કારની ખૂબ જ જરૂર છે.સંસ્કારનો અભાવ હોય તો ગમે તેટલી સારી જિંદગી હોઈ તો તે બગડી શકે છે.તેમણે વધુમાં જણાવ્યું કે,કોઈપણ વસ્તુ શીખો પણ તે પહેલા સંસ્કાર સારા હોવા જોઈએ.આજે અનુભવવા પડતો સંઘર્ષ એ ઉજ્જવળ ભાવિનો રાજમાર્ગ બનશે. અહીં આવ્યા બાદ સંસ્કાર સાથે શિક્ષણ મળશે જેનાથી જીવન સુંદર બનશે.
મુખ્યમંત્રીએ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે,આ સંકુલમાં શિક્ષણ અને સંસ્કારની સાથે હવેથી અહીં જ રહીને ભણી શકાય તે માટે 300 દીકરા અને 200 દીકરીઓને છાત્રાલયની સુવિધા પણ મળશે.આપણાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હર હાથ કો કામ, હર કામ કો સન્માનનો મંત્ર આપ્યો છે. કોઈ કામ નાનું નથી.જે પણ કામ કરો તે નિષ્ઠાથી કરો એમ જણાવી મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ જીવનની શુભેચ્છાઓ આપી હતી. મુખ્યમંત્રીએ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરના વિવિધ ટ્રેડની મુલાકાત પણ લીધી સાથે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.
મોહનગઢ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાં આપી હાજરી
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ધરમપુર તાલુકાના મોહનગઢ ખાતે વલસાડ લોકસભા અંતર્ગત આયોજિત વિશાળ જનસભામાં પક્ષના સાથીઓ અને કર્મઠ કાર્યકર્તાઓ સાથે જોડાવાનો અવસર ખૂબ ઊર્જામય બની રહ્યો.
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 24, 2023
જન-જનના હિતને હૈયે રાખી કેન્દ્ર… pic.twitter.com/bFjlGJE4iW
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
