શોધખોળ કરો

ચૂંટણી 2024

(Source:  Poll of Polls)

₹200થી વધુ કરોડના ખર્ચે બનશે વિશ્વનું સૌથી ઊંચું 'લાઇટહાઉસ મ્યુઝિયમ', ગુજરાતના લોથલ ખાતે બનશે ભારતનું પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ

નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના નિર્માણના પ્રથમ તબક્કા હેઠળ ભારતીય નૌકાદળ અને કોસ્ટગાર્ડ્સને સમર્પિત મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવશે.

National Maritime Heritage Complex: ગુજરાતના પ્રાચીન વારસાનું એક મહત્વપૂર્ણ સ્થળ લોથલ એક મોટા પરિવર્તનનું સાક્ષી બનવા જઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસને મંજૂરી આપી છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા સંચાલિત આ પહેલનો ઉદ્દેશ્ય ભારતના 4,500 વર્ષ જૂના દરિયાઈ વારસાનું સન્માન કરવાનો અને તેને લોકો સમક્ષ પ્રદર્શિત કરવાનો છે. 

નોધનીય છે કે, નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ નો શિલાન્યાસ માર્ચ 2019માં કરવામાં આવ્યો હતો, જે વિશ્વનું સૌથી મોટું મેરિટાઇમ કોમ્પ્લેક્સ બનવા જઇ રહ્યું છે. આ આખો પ્રોજેક્ટ બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. દરેક તબક્કો મુલાકાતીઓના અનુભવ અને શૈક્ષણિક પ્રભાવને વધારવાના ઉદ્દેશથી ડિઝાઇન કરવામાં આવ્યો છે. 

નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સનો તબક્કો 1A હાલ પ્રગતિ હેઠળ છે, જેમાં 60% થી વધુ કામ પૂર્ણ થયું છે. આ તબક્કા હેઠળ મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવશે, જેમાં છ ગેલેરીઓ સમાવિષ્ટ કરવામાં આવશે. આ મ્યુઝિયમ ભારતીય નૌકાદળ અને કોસ્ટગાર્ડ્સને સમર્પિત કરવામાં આવશે, અને તે દેશમાં સૌથી મોટું મ્યુઝિયમ હશે તેવી અપેક્ષા છે. આ ગેલેરીમાં INS નિશાંક, સી હેરિયર એરક્રાફ્ટ અને UH3 હેલિકોપ્ટર જેવા નૌકાદળના યુદ્ધ જહાજો પ્રદર્શિત કરવામાં આવશે. વધુમાં, તબક્કા 1Aમાં પ્રાચીન લોથલ ટાઉનશીપનું મોડેલ, એક ઓપન એક્વેટિક ગેલેરી અને જેટ્ટી વોકવેનો સમાવેશ કરવામાં આવશે. ₹1,238.05 કરોડના અંદાજિત ખર્ચ સાથે આ તબક્કા હેઠળનું કાર્ય વર્ષ 2025માં પૂર્ણ કરવાનું આયોજન છે. આ માટે મુખ્ય બંદરો, સંરક્ષણ મંત્રાલય અને સંસ્કૃતિ મંત્રાલયના યોગદાન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. 

₹200થી વધુ કરોડના ખર્ચે બનશે વિશ્વનું સૌથી ઊંચું 'લાઇટહાઉસ મ્યુઝિયમ'

તબક્કા 1Bમાં, NMHC મ્યુઝિયમમાં વધુ આઠ ગેલેરીઓ તેમજ એક લાઇટહાઉસ મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે. લાઇટહાઉસ મ્યુઝિયમને વિશ્વનું સૌથી ઊંચું મ્યુઝિયમ બનાવવાની યોજના છે. તેમાં એક બગીચા કોમ્પ્લેક્સનો પણ સમાવેશ થાય છે, જેમાં લગભગ 1,500 વાહનો માટે પાર્કિંગ, એક ફૂડ હોલ અને મેડિકલ સેન્ટર હશે. આ લાઇટહાઉસ મ્યુઝિયમનો અંદાજિત ખર્ચ ₹266.11 કરોડ છે, જે માટે ડિરેક્ટોરેટ જનરલ ઑફ લાઇટહાઉસ એન્ડ લાઇટશિપ્સ (DGLL) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે.

NMHCના બીજા તબક્કામાં, દરિયાકાંઠાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા વિશેષ પેવેલિયન બનાવવામાં આવશે. તેમાં સમુદ્રની થીમ પર બનાવેલા ઇકો ફ્રેન્ડલી રિસોર્ટ અને ‘મ્યુઝ્યોટેલ’ બનાવવામાં આવશે જે મ્યુઝિયમ અને હોટલને જોડશે. મુલાકાતીઓ લોથલના પ્રાચીન શહેરની ઝલક મેળવી શકશે. ચાર થીમ પાર્ક સાથે એક મેરીટાઇમ ઇન્સ્ટિટ્યૂટ અને હોસ્ટેલ બનાવવામાં આવશે. ચાર થીમ પાર્કમાં મેરીટાઇમ એન્ડ નેવલ, ક્લાઈમેટ ચેન્જ, મોન્યુમેન્ટ્સ અને એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ પાર્કનો સમાવેશ થાય છે. આ તમામ થીમ પાર્ક લોકોને દરિયાઈ વારસા વિશે વધુ માહિતગાર કરશે.

સ્વૈચ્છિક દાન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે

કેબિનેટે એક વ્યૂહાત્મક યોજના બનાવીને નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટના આગામી તબક્કાઓની કામગીરીને પ્રાથમિક મંજૂરી આપી છે. આ તબક્કાઓને સ્વૈચ્છિક દાન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે, અને તેમની પ્રગતિ પર્યાપ્ત નાણાં એકત્ર કરવા પર નિર્ભર રહેશે. બંદરો, શિપિંગ અને જળમાર્ગોના મંત્રીશ્રીના નેતૃત્વમાં એક વિશેષ સોસાયટી દ્વારા આ તબક્કાઓની કામગીરીનું સંચાલન કરવામાં આવશે. 

NMHCના વિકાસથી 15 હજાર પ્રત્યક્ષ અને 7 હજાર પરોક્ષ રોજગારીની તકો પેદા થશે. આર્થિક વૃદ્ધિને આગળ વધારવાની સાથોસાથ, તેનાથી સ્થાનિક સમુદાયો, પ્રવાસીઓ, સંશોધકો, વિદ્વાનો, સરકારી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સાંસ્કૃતિક સંસ્થાઓ, પર્યાવરણીય જૂથો અને વ્યવસાયોને ફાયદો થશે. લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ એ ભારતના દરિયાઈ વારસાને સન્માનિત કરવા અને જાળવવા માટેનો સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Adani Group Stocks: અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર, 20 ટકા સુધી તૂટ્યા સ્ટોક્સ
Adani Group Stocks: અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર, 20 ટકા સુધી તૂટ્યા સ્ટોક્સ
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
જો ઘરે ભૂલી જાવ આયુષ્યમાન કાર્ડ તો પણ આ રીતે કરાવો મફત સારવાર, જાણો પ્રક્રિયા
જો ઘરે ભૂલી જાવ આયુષ્યમાન કાર્ડ તો પણ આ રીતે કરાવો મફત સારવાર, જાણો પ્રક્રિયા
સરકારે 5.8 કરોડ રાશન કાર્ડને કરી દીધા રદ્દ, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને
સરકારે 5.8 કરોડ રાશન કાર્ડને કરી દીધા રદ્દ, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Case| પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન કરાશે રદ્દ, અન્ય વિદ્યાર્થીઓનું શું થશે?Prshant Vajirani :ડોક્ટરના રિમાન્ડમાં મોટા મોટા ઘટસ્ફોટ, જાણો બીજે ક્યાં ક્યાં હતી સંડોવણીPatan Ragging Case:પાટણ રેગિંગ કેસને લઈને મોટા સમાચાર, આરોપીઓ પોલીસ કસ્ટડીમાંથી...’Vadodara Murder Case | હત્યારા બાબરને સાથે રાખીને પોલીસે કર્યું ઘટનાનું રિકન્ટ્રક્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Adani Group Stocks: અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર, 20 ટકા સુધી તૂટ્યા સ્ટોક્સ
Adani Group Stocks: અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર, 20 ટકા સુધી તૂટ્યા સ્ટોક્સ
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
જો ઘરે ભૂલી જાવ આયુષ્યમાન કાર્ડ તો પણ આ રીતે કરાવો મફત સારવાર, જાણો પ્રક્રિયા
જો ઘરે ભૂલી જાવ આયુષ્યમાન કાર્ડ તો પણ આ રીતે કરાવો મફત સારવાર, જાણો પ્રક્રિયા
સરકારે 5.8 કરોડ રાશન કાર્ડને કરી દીધા રદ્દ, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને
સરકારે 5.8 કરોડ રાશન કાર્ડને કરી દીધા રદ્દ, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને
ગૌતમ અદાણી પર અમેરિકામાં મોટો આરોપ, 2236 કરોડ રૂપિયાને લઇને કરાયો મોટો દાવો
ગૌતમ અદાણી પર અમેરિકામાં મોટો આરોપ, 2236 કરોડ રૂપિયાને લઇને કરાયો મોટો દાવો
Health Tips: 30 વર્ષની ઉંમર પછી પુરુષોમાં વધી જાય છે આ બીમારીનો ખતરો, લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરી રહો સ્વસ્થ
Health Tips: 30 વર્ષની ઉંમર પછી પુરુષોમાં વધી જાય છે આ બીમારીનો ખતરો, લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરી રહો સ્વસ્થ
MP અને છત્તીસગઢ બાદ ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી 'ધ સાબરમતી રિપોર્ટ', CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત
MP અને છત્તીસગઢ બાદ ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી 'ધ સાબરમતી રિપોર્ટ', CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત
પીએમ આવાસ યોજનાને લઇને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે કોના નામે થશે રજિસ્ટ્રી
પીએમ આવાસ યોજનાને લઇને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે કોના નામે થશે રજિસ્ટ્રી
Embed widget