શોધખોળ કરો

Earthquake: તાલાલા અને સાસણ ગીરમા જોરદાર ભૂકંપના આંચકા, 3.5ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર બિન્દુ નૉર્થ-ઇસ્ટ બન્યુ

Earthquake News: ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના ઝટકા અનુભવાયા છે, આ વખતે ગુજરાતમાં તાલાલા અને સાસણ ગીરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે

Earthquake News: ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના ઝટકા અનુભવાયા છે, આ વખતે ગુજરાતમાં તાલાલા અને સાસણ ગીરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. અચાનક ભર બપોરે આવેલા ભૂકંપના કારણે લોકોમાં ફફડાય ફેલાયો છે, આજે બપોરે 2 વાગ્યે 47 મિનિટે 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ઉપરાંત તાલાલાથી 13 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિન્દુ નોંધાયુ હતુ. આ ઉપરાંત બપોરે 12 વાગ્યે પણ ભૂકંપના કેટલાક ઝટકા લોકોને અનુભવાયા હતા. 

અવારનવાર કચ્છ અને દરિયા કિનારાના કેટલાક ભાગોમાં સતત ભૂકંપના આંચકા અનુભવાય રહ્યાં છે. માહિતી પ્રમાણે, આજે ગીર સોમનાથના તાલાલા-સાસણ ગીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 2 વાગ્યેને 47 મિનીટે અહીં 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, તાલાલાથી 13 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિન્દુ નોંધાયુ હતુ. આ સિવાય અગાઉ બપોરે 12 વાગ્યે પણ ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો. બંન્ને ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 13 કિમી દૂર નોર્થ ઈસ્ટ હોવાનું સામે આવ્યું હતું.

ભૂકંપની તીવ્રતા - 
રિક્ટર સ્કેલ પર 2.0 થી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપોને સૂક્ષ્મ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને અનુભવી શકાતા નથી. રિક્ટર સ્કેલ પર સૂક્ષ્મ શ્રેણીના 8,000 ભૂકંપ વિશ્વભરમાં દરરોજ નોંધાય છે. તેવી જ રીતે, 2.0 થી 2.9 ની તીવ્રતાવાળા ધરતીકંપોને માઇનોર કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આવા 1,000 ધરતીકંપો દરરોજ આવે છે, જે આપણે સામાન્ય રીતે અનુભવતા પણ નથી. 3.0 થી 3.9 ની તીવ્રતાના અત્યંત હળવા ધરતીકંપ એક વર્ષમાં 49,000 વખત નોંધાયા છે. તેઓ અનુભવાય છે પરંતુ ભાગ્યે જ કોઈ નુકસાન પહોંચાડે છે. લાઇટ શ્રેણીના ધરતીકંપો 4.0 થી 4.9 તીવ્રતાના હોય છે જે સમગ્ર વિશ્વમાં એક વર્ષમાં લગભગ 6,200 વખત રિક્ટર સ્કેલ પર નોંધાય છે. આ આંચકા અનુભવાય છે અને તેના કારણે ઘરની વસ્તુઓ હલતી જોવા મળે છે. જો કે, તેઓ નજીવું નુકસાન પહોંચાડે છે.

ભૂકંપ આવે ત્યારે બચવા શું કરશો - 
ભૂકંપ આવતા જો તમે ઘરમાં છો તો જમીન પર બેસી જાવ.
મજબૂત ટેબલ કે કોઈ ફર્નીચરની નીચે શરણ લો.
ટેબલ ન હોય તો હાથ વડે ચેહરા અને માથાને ઢાંકી લો.
ઘરના કોઈ ખૂણામાં જતા રહો.
કાચની બારીઓ, દરવાજા અને દિવાલથી દૂર રહો.
પથારી પર છો તો સૂઈ રહો. ઓશિકા વડે માથુ ઢાંકી લો.
આસપાસ ભારે ફર્નીચર હોય તો તેનાથી દૂર રહો.
લિફ્ટનો ઉપયોગ કરતા બચો..
લિફ્ટ હલીને દિવાલ સાથે અથડાઈ શકે છે
લાઈટ જવાથી પણ લિફ્ટ રોકાય શકે છે.
નબળી સીડીઓનો ઉપયોગ ન કરો..
સામાન્ય રીતે બિલ્ડિંગોમાં બનેલ સીડીયો મજબૂત નથી હોતી.
ઝટકો આવતા સુધી ઘરની અંદર જ રહો
આંચકા આવતા બંધ થાય ત્યારે બહાર નીકળો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહાકુંભમાં એક નહીં બે જગ્યાએ નાસભાગ મચી હતી, પ્રત્યક્ષદર્શી અનુસાર અનેકના થયા મોત, વહીવટીતંત્ર મૌન
મહાકુંભમાં એક નહીં બે જગ્યાએ નાસભાગ મચી હતી, પ્રત્યક્ષદર્શી અનુસાર અનેકના થયા મોત, વહીવટીતંત્ર મૌન
વેશ્યાવૃત્તિ, દારૂ, નકલી સાધુઓ: જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર, મહેશગીરીના હરિગીરી પર આકરા પ્રહારો
વેશ્યાવૃત્તિ, દારૂ, નકલી સાધુઓ: જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર, મહેશગીરીના હરિગીરી પર આકરા પ્રહારો
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર, CGHSએ નવી ગાઈડલાઈન બહાર પાડી
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર, CGHSએ નવી ગાઈડલાઈન બહાર પાડી
મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Odhav Demolition : 'કૉંગ્રેસના નેતાઓ ભ્રામક વાતો ફેલાવે છે': રબારી સમાજના આગેવાનોનો આરોપHun To Bolish : હું તો બોલીશ : આ બાવા બગડી ગયા!Surat Police : સુરતમાં જમીન વિવાદમાં મારામારીના કેસમાં આરોપીઓને પોલીસે કરાવ્યું કાયદાનું ભાનMehsana news : મહેસાણાની બાસણા કોલેજમાં વિદ્યાર્થિનીની આત્મહત્યાનો કેસમાં કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાકુંભમાં એક નહીં બે જગ્યાએ નાસભાગ મચી હતી, પ્રત્યક્ષદર્શી અનુસાર અનેકના થયા મોત, વહીવટીતંત્ર મૌન
મહાકુંભમાં એક નહીં બે જગ્યાએ નાસભાગ મચી હતી, પ્રત્યક્ષદર્શી અનુસાર અનેકના થયા મોત, વહીવટીતંત્ર મૌન
વેશ્યાવૃત્તિ, દારૂ, નકલી સાધુઓ: જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર, મહેશગીરીના હરિગીરી પર આકરા પ્રહારો
વેશ્યાવૃત્તિ, દારૂ, નકલી સાધુઓ: જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર, મહેશગીરીના હરિગીરી પર આકરા પ્રહારો
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર, CGHSએ નવી ગાઈડલાઈન બહાર પાડી
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર, CGHSએ નવી ગાઈડલાઈન બહાર પાડી
મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
યુએસ ફેડના નિર્ણય બાદ સોનાના ભાવમાં ઉછાળો, કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
યુએસ ફેડના નિર્ણય બાદ સોનાના ભાવમાં ઉછાળો, કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Bollywood: 1800 કરોડના માલિક આ બોલિવૂડ સુપરસ્ટારની હાલત ખરાબ, રસ્તા પર આદિમાનવની જેમ ભટકતો જોવા મળ્યો
Bollywood: 1800 કરોડના માલિક આ બોલિવૂડ સુપરસ્ટારની હાલત ખરાબ, રસ્તા પર આદિમાનવની જેમ ભટકતો જોવા મળ્યો
US Plane Crash: સેનાના હેલિકોપ્ટર સાથે અથડાયેલ પેસેન્જર વિમાનમાં સવાર તમામ 64 લોકોના મોતની આશંકા
US Plane Crash: સેનાના હેલિકોપ્ટર સાથે અથડાયેલ પેસેન્જર વિમાનમાં સવાર તમામ 64 લોકોના મોતની આશંકા
મહાકુંભમાં ફરી આગનું તાંડવ, સેક્ટર-22માં અનેક પંડાલો સ્વાહા
મહાકુંભમાં ફરી આગનું તાંડવ, સેક્ટર-22માં અનેક પંડાલો સ્વાહા
Embed widget