વડોદરામાં બીમાર હોવા છતાં ફિઝિયોથેરાપિસ્ટ યુવતીને ફરજ પર ચાલુ રખાતા થયું મોત, ડોક્ટરો ભડક્યાં અને ....
વડોદરામાં કોરોના વોર્ડમાં કામ કરતી ઇન્ટર્ન વિદ્યાર્થિની મૃત્યુ થતાં ઇન્ટર્ન વિદ્યાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો હતો અને ઇન્ટર્નની કોવિડમાં ડ્યૂટી સામે પણ ઇન્ટર્ન વિદ્યાર્થીઓએ સવાલ ઉભા કર્યાં હતા. બીમાર હોવા છતાં પણ ડ્યૂટી કરવા ફરજ પાડી હોવાનો ઇન્ટર્ન આક્ષેપ કરી રહ્યાં છે.
વડોદરામાં કોરોના વોર્ડમાં કામ કરતી ઇન્ટર્ન વિદ્યાર્થિની મૃત્યુ થતાં ઇન્ટર્ન વિદ્યાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો હતો અને ઇન્ટર્નની કોવિડમાં ડ્યૂટી સામે પણ ઇન્ટર્ન વિદ્યાર્થીઓએ સવાલ ઉભા કર્યાં હતા. બીમાર હોવા છતાં પણ ડ્યૂટી કરવા ફરજ પાડી હોવાનો ઇન્ટર્ન આક્ષેપ કરી રહ્યાં છે.
વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં ઇન્ટેન ડોક્ટર તરીકે ફરજ બજાવતી ડોક્ટર નેહલ રાઠવાનું મૃત્યુ થતાં ઇન્ટર્ન ડોક્ટરે વિરોધ વ્યક્ત કર્યાં..ઇન્ટર્નની કોરોના વોર્ડમાં મળતી ડ્યૂટી સામે સવાલ ઉભા કર્યા છે.ઉલ્લેખનિય છે કે,23 વર્ષિય ઝિયોથેરાપિસ્ટ નેહલ રાઠવા વડોદરા એસ.એસ.જી હોસ્પિટલ ખાતે કોવિડ વોર્ડમાં ફરજ બજાવતી હતી. આ દરમિયાન તેમને ઇન્ફેકશન લાગી જતાં બિમાર પડી હતી. તેમની છેલ્લા 15 દિવસની ડ્યુટી એસ.એસ.જી હોસ્પિટલ ખાતે મુકવામાં આવી હતી. તબિયત ખરાબ હોવા છતાં પણ તેને ફરજિયાત અહીં ફરજમાં મૂકાઇ હોવોનો પણ ઇન્ટર્ન વિદ્યાર્થીઓ આરોપ લગાવી રહ્યાં છે.
ઘટના પગલે થતા ફિઝિયોથેરાપી ના 250 ઇન્ટેન ડોક્ટરો રોષે ભરાયા હતા અને તેમણે એ એસ.એસ.જી હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ની ઓફિસ બહાર સુત્રોચાર સાથે વિરોધ વ્યક્ત કર્યો હતા. તમામ 250 ઇન્ટેન ડોક્ટરો હાલ કોવિડ માં એસ.એસ.જી અને ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવે છે તેમણે મૃતક ડોક્ટર નેહલ રાઠવા માટે ન્યાય ની માંગ કરી સાથે તમામ ફરજ અદા કરી રહેલા તબીબો ની જવાબદારી સરકાર ઉપાડે તેવી માંગ કરી હતી. જો કે મોટી સંખ્યામાં તબીબો દેખાવો માટે એકઠા થઇ જતાં રાવપુરા પોલિસ પણ એસ.એસ.જી ખાતે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસ કર્યાં હતા.
ઉલ્લેખનિય છે કે,ગુજરાતમાં સતત કોરોનાની સ્થિતિ વણસી રહી છે. રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) અટકવાનું નામ નથી લઈ રહ્યો છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પ્રથમ વખત 13,105 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 137 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 5877 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં આજે 5,010 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,55,875 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 92 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 92084 પર પહોંચ્યો છે. જેમાંથી 376 લોકો વેન્ટિલેટર પર અને 91708 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 78.41 ટકા છે.