(Source: ECI/ABP News/ABP Majha)
કોંગ્રેસમાં ફરી આંતરિક વિરોધ સપાટી પર, જાણો લલિત વસોયા અને કિરિટ પટેલે ક્યાં મુદ્દે વ્યક્ત કરી નારાજગી
પ્રદેશ કોંગ્રેસ પ્રત્યે ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યની નારાજગી ફરી એકવાર સામે આવી છે. ધોરાજી બેઠકના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને પાટણના ધારાસભ્ય કિરિટ પટેલે આ મુદ્દે મોન તોડતા મીડિયા સમક્ષ પાર્ટી સાથેની નારાજગી વ્યક્ત કરી
Gujarat Congress:પ્રદેશ કોંગ્રેસ પ્રત્યે ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યની નારાજગી ફરી એકવાર સામે આવી છે. ધોરાજી બેઠકના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને પાટણના ધારાસભ્ય કિરિટ પટેલે આ મુદ્દે મોન તોડતા મીડિયા સમક્ષ પાર્ટી સાથેની નારાજગીના મુદ્દા વ્યક્ત કર્યાં હતા. આ કારણે પ્રદેશ પાર્ટીમાં વિવાદ સપાટી પર જોવા મળ્યો છે.
પાટણના ધારાસભ્ય કિરિટ પટેલે પાર્ટીની કાર્ય પ્રણાલી પર સવાલ ઉઠાવ્યાં છે. કિરિટ પટેલે જણાવ્યું કે, પાર્ટીની કાર્ય પદ્ધતિ જો નહી સુધરે તો કોઇ નવો નિર્ણય મક્કમ પણે લેવો પડશે. પાટણના ધારાસભ્ય કિરિટ પટેલે જણાવ્યું કે,પક્ષ વિરોધી કામ કરતાં લોકો સામે પગલા લેવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઇ પગલા ન લેવાતા પક્ષની નિષ્ક્રિયતા સામે નારાજગી વ્યક્ત કરી હતી.
લલિત વસોયાએ એબીપી અસ્મિતા સમક્ષ વાત કરતા જણાવ્યું કે, કોંગ્રેસ સંગઠન સામેની નારાજગીના મુદ્દે વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કેટલાક મુદ્દા છે. જે કોગ્રેસ હાઇકમાન્ડ સુધી પહોંચવા જોઇએ. આ મુદ્દે લલિત વસોયાએ જણાવ્યું હતું કે, , સંગઠન મજબુત નથી, કાર્યકરોની વાત સંગઠન કે હાઇકમાન્ડ સુઘી પહોંચતી નથી. કોઇ સાંભળતુ નથી અને લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસે હવે સક્રિય થવાની જરુર છે.
જગદિશ ઠાકોરે આપી પ્રતિક્રિયા
બંને ધારાસભ્યની નારાજગી પર સખત શબ્દોમાં જગદિશ ઠાકોરે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ ના આંતરિક વિખવાદો મુદ્દે તેમ જ ધારા સભ્ય કિરીટ પટેલ ના આક્ષેપોનો પણ જગદીશ ઠાકોરે જવાબ આપ્યો.. શિસ્તના મુદ્દે બાંધછોડ નહીં ચાલે તેવું જગદીશ ઠાકોરે સ્પષ્ટ કર્યું...આ ઉપરાંત આંતરિક પ્રશ્નો ની ચર્ચા માટે પક્ષનું નેતૃત્વ હંમેશા તૈયાર જ છે એવું તેમણે જણાવ્યું. આ ઉપરાંત પક્ષના પૂર્વ ધારાસભ્યોની નારાજગી બાબતે પણ તેમણે પ્રતિક્રિયા આપી... કોઈ કહે એ રીતે જ પક્ષ ચાલવું જોઈએ તેવી માનસિકતા માંથી પક્ષના લોકોએ બહાર આવવું જોઈએ તેવું જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું.
Rahul Gandhi Remarks: ગોડસેની પૂજારી ગાંધીજી વિશે પણ કહી ચૂકી છે અપશબ્દો, પ્રજ્ઞા ઠાકુરના નિવેદન પર કોંગ્રેસ લાલઘુમ
Rahul Gandhi Remarks: ભાજપના લોકસભા સભ્ય પ્રજ્ઞા ઠાકુરે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર આપેલા નિવેદન પર હવે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે તેમના દ્વારા કરવામાં આવેલા નિવેદનોની આકરી નિંદા કરી છે. પાર્ટીનું કહેવું છે કે આ પહેલીવાર નથી જ્યારે તે આ પ્રકારનું નિવેદન આપી રહી છે. તે અગાઉ પણ મહાત્મા ગાંધી માટે અપશબ્દોનો ઉપયોગ કરી ચૂકી છે.
પ્રજ્ઞા ઠાકુર માનસિક રીતે અસ્વસ્થ છે: કોંગ્રેસ
વાસ્તવમાં, પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે વિદેશની ધરતી પર કરેલા નિવેદનો માટે રાહુલ ગાંધીને દેશની બહાર ફેંકી દેવા જોઈએ. રાહુલ ગાંધીએ સાબિત કરી દીધું છે કે વિદેશી માતાના પેટે જન્મેલો પુત્ર ક્યારેય દેશભક્ત ન હોઈ શકે. આ નિવેદન પર કોંગ્રેસે પલટવાર કર્યો અને કહ્યું કે પ્રજ્ઞા ઠાકુર માનસિક રીતે અસ્વસ્થ છે. તે ગોડસેની ઉપાસક છે. તેણે મહાત્મા ગાંધી અને શહીદ હેમંત કરકરે વિશે પણ અપશબ્દો બોલ્યા હતા.
પ્રજ્ઞા ઠાકુરનું નિવેદન
સાંસદ પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે "ચાણક્યએ કહ્યું હતું કે વિદેશી મહિલાથી જન્મેલો પુત્ર ક્યારેય દેશભક્ત ન હોઈ શકે અને રાહુલ ગાંધીએ તે સાબિત કર્યું. અમે સ્વીકાર્યું કે તમે ભારતના નથી, કારણ કે તમારી માતા ઇટાલીની છે." રાહુલ ગાંધી એક નેતા છે. તમે લોકો દ્વારા ચૂંટાયા છો અને તમે લોકોનું અપમાન કરો છો. તમે વિદેશમાં બેસીને કહો છો કે અમને સંસદમાં બોલવાની તક નથી મળી રહી, આનાથી વધુ શરમજનક કંઈ હોઈ શકે નહીં. તેને રાજનીતિનો અવસર ન આપવો જોઈએ અને તેમને દેશની બહાર ફેંકી દેવા જોઈએ.
રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?
વાસ્તવમાં હાલમાં જ બ્રિટનના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર પ્રહારો કરતા અનેક આરોપો લગાવ્યા હતા. તેમણે સોમવારે (6 માર્ચ) લંડનમાં કહ્યું હતું કે વિપક્ષના સભ્યો જ્યારે બોલતા હોય છે ત્યારે લોકસભામાં માઈક કામ કરતા ઘણીવાર બંધ થઈ જાય છે. આ સાથે તેમણે કહ્યું હતું કે મોદી સરકારમાં લઘુમતીઓ અને પ્રેસ પર હુમલા થઈ રહ્યા છે. પીએમ મોદી શીખ, મુસ્લિમ અને ખ્રિસ્તીઓને બીજા વર્ગના નાગરિકો માને છે, પરંતુ તેઓ તેની સાથે સહમત નથી.