શોધખોળ કરો

PM મોદીના કાર્યક્રમમાં હાજર રહેવા નરેશ પટેલને નિમંત્રણ, ભાજપમાં જોડાવાનું નક્કી?

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં જોડાશે એ નક્કી છે પરંતુ કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે હજી પાટીદાર આગેવાને પત્તા ખોલ્યા નથી. નરેશ પટેલ ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી ચૂક્યા છે.

રાજકોટ: ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં જોડાશે એ નક્કી છે પરંતુ કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે હજી પાટીદાર આગેવાને પત્તા ખોલ્યા નથી. નરેશ પટેલ ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. થોડા દિવસ પહેલા જામનગર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહમાં ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા હતા, આ ઉપરાંત કોંગ્રેસ હાઈ કમાન્ડ  અને પ્રશાંત કિશોર સાથે પણ મુલાકાત કરી હોવાની વાત સામે આવી છે. હવે આ બધાની વચ્ચે પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેમના કાર્યક્રમમાં નરેશ પટેલને આમંત્રણ આપવમાં આવતા રાજકારણ ગરમાયું છે.

આ અંગે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાનું નિવેદન સામે આવ્યું છે. આજે રાજકોટ ખાતે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સૌરાષ્ટ્રના નવ જીલ્લાના હોદ્દેદારો સાથે બેઠક કરી  હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં સાડા ત્રણથી ચાર લાખ જેટલા લોકો એકત્રિત કરવામાં આવશે. લોકાર્પણના કાર્યક્રમ અંતર્ગત તમામ સમાજના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેથી એવી અટકળો વહેતી થઈ છે કે શું નરેશ પટેલ પીએમ મોદીની હાજરીમાં ભાજપમાં જોડાશે?

આ અટકળો એટલા માટે પણ મહત્વની કારણ કે બે દિવસ પહેલા નરેશ પટેલે હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા અને દિનેશ બાંભણીયા સાથે મુલાકાત કરી હતી. હવે આ બેઠક બાદ આજે દિનેશ બાંભણીયા સીઆર પાટીલને મળવા રાજકોટ પહોંચ્યા હતા. તેથી લોકોમાં ચર્ચા છે કે પાટીદાર આગેવાનો કેસરીયો ધારણ કરે તો નવાઈ નહીં. જો કે હાલમાં તો આ બધી જો અને તોની વાતો છે. નરેશ પટેલે કહ્યું છે કે તેઓ આઠ કે દસ દિવસમાં રાજકારણમાં જોડાવા અંગે ખુલાસો કરશે.

પાટીદાર આગેવાન દિનેશ બાંભણીયા અચાનક સીઆર પાટીલને મળવા પહોંચતા રાજકારણ ગરમાયું

રાજકોટ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર નેતાઓ દરેક ગતિવિધિ ચર્ચાનો વિષય બની રહી છે. નરેશ પટેલ રાજકારણમાં આવવા અંગે પણ અટકળો ચાલી રહી છે. જો કે તેઓ ક્યા પક્ષ સાથે જોડાશે તે અંગે રહસ્ય અકબંધ છે. આ દરમિયાન તેમણે પાટિદાર સમાજના ત્રણ દિગ્ગજ આગેવાનો સાથે મુલાકાત કરી હતી. નરેશ પટેલે હાર્દિક પટેલ,દિનેશ બાંભણીયા અને અલ્પેશ કથીરિયા સાથે ખોડલધામમાં બેઠક કરી હતી. આ હવે બેઠક બાદ પાટીદાર નેતા દિનેશ બાંભણિયા સીઆર પાટીલને મળવા માટે રાજકોટ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. 

આ મુલાકાતને લઈને અનેક અટકળ વહેતી થઈ છે. જો કે તેઓ જનરલ કેટેગરીના ઉમેદવારોના પ્રશ્નોને લઈને સીઆર પાટીલ સાથે મુલાકાત કરવાના હોવાની વાત સામે આવી છે. પીએસઆઇની ભરતીમાં જનરલને ખૂબ જ અન્યાય થયો હોવાની વાત તેઓ કહી રહ્યા છે. બાંભણીયાએ કહ્યું કે, વિદ્યાર્થીઓ વતી અમે મુલાકાત કરવા આવ્યા છીએ.પી.એસ.આઈની પરીક્ષામાં વિદ્યાર્થીઓને અન્યાયને લઈને રજુઆત કરીશું. જનરલ કેટેગરીના 1282ને બદલે 107 યુવાનોની જ પંસદગી થઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
Embed widget