શોધખોળ કરો

Gujarat Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના આ શહેરમાં વરસ્યો વરસાદ 

દાહોદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  સતત બીજા દિવસે દાહોદ શહેરમાં વરસાદ વરસ્યો છે. દાહોદના જિલ્લાના વાતાવરણમાં  પલટો આવ્યો છે.

દાહોદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે દાહોદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  સતત બીજા દિવસે દાહોદ શહેરમાં વરસાદ વરસ્યો છે. દાહોદના જિલ્લાના વાતાવરણમાં  પલટો આવ્યો છે.  દાહોદ શહેરમાં કમોસમી વરસાદી માવઠું થયું છે.  દાહોદ, લીમડી, મીરાખેડી, છાપરી,  ગલાલીયાવાડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.   વરસાદથી ગરમીમાં લોકોને રાહત મળી છે.  વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.  હવામાન વિભાગની આગાહી વચ્ચે દાહોદ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે.

શનિવારે પણ દાહોદ શહેરમાં વરસાદ વરસ્યો હતો. દાહોદ જિલ્લામાં શનિવારે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.  આજે સતત બીજા દિવસે દાહોદ જિલ્લામાં વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે. 

ગુજરાતમાં વરસાદની આગાહી

રાજ્યમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક અઠવાડિયા માટે તાપમાનમાં કોઇ વધારો નહીં થાય. આવનારા 6 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર-પુર્વીય સાયક્લોનીક સર્ક્યુલેશન અને દક્ષિણી રાજસ્થાનમાં સિસ્ટમ ડેવલપ થવાને કારણે વાતાવરણમાં પરિવર્તન જોવા મળશે.વાતાવરણમાં પરિવર્તનને કારણે તાપમાન ઊંચુ જવાની સંભાવના નથી. જ્યાં વરસાદ રહેશે ત્યાં તાપમાન નીચું જવાની સંભાવના છે.

અમદાવાદમાં 41.6 ડીગ્રી, ગાંધીનગરમાં તાપમાન 41.2 ડિગ્રી રહ્યું છે. છેલ્લાં 24 કલાકમાં અમદાવાદ સૌથી વધુ ગરમ શહેર રહ્યું છે. આવનારા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતનાં બધા જિલ્લાઓમાં હળવો વરસાદ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને મધ્યગુજરાતમાં ખેડા, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં હળવો વરસાદ રહશે.સૌરાષ્ટ્ર-કચ્છમાં અમરેલી, ભાવનગર, દીવ અને ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં તાપમાનમાં સતત ફેરફાર થઈ રહ્યો છે.અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આવનારા દિવસોમાં સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં પાંચ મહિનામાં ચોથી વખત માવઠાનું સંકટ ઘેરાયું છે. ત્યારે હવામાન વિભાગે આજથી ચાર દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી તો કાલે પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ વરસી શકે છે. 

ટોપ સ્ટોરી

Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં MCLR 15 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં MCLR 15 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
Embed widget