(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આગામી ત્રણ કલાક દરમિયાન મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અરવલ્લી અને મહીસાગરમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.
અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા ભારે પવન અને ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાકમાં દ્વારકા, જામનગર, કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, દીવ, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, તાપી, છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગામી ત્રણ કલાક દરમિયાન મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અરવલ્લી અને મહીસાગરમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આજે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા હતા.
રાજકોટ જિલ્લામાં વરસાદ
રાજકોટ જિલ્લામાં આજે બપોર બાદ વરસાદી માહોલ જોમ્યો હતો. રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. ગોંડલ, ધોરાજી, જેતપુર તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે. રાજકોટ શહેરમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
જસદણ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ
રાજકોટ જિલ્લાના જસદણ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરુ થયો છે. આટકોટ,ગરણી,ગુંદાળા, જંગવડ, સાણથલી, વીરનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
આટકોટ અને સાણથલી ગામે ધોધમાર વરસાદ વરસતા રોડ ઉપર અને ખેતરોમાં પાણી વહેતા થયાં હતા. સાણથલી ગામે એક કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. આજે સવારથી અસહ્ય ગરમીના બફારા બાદ ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છ.
સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વાવણી લાયક વરસાદ પડ્યો છે. રાજકોટ જિલ્લામાં હજી પડધરી અને જસદણ પંથકના અમુક ગામડાઓમાં જ વાવણી લાયક વરસાદ વરસ્યો છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી