શોધખોળ કરો

હવે કાચુ લાઈસન્સ લેવા નહીં ખાવા પડે RTOના ધક્કા, શરૂ થશે આ સેવા

RTO પરથી કામગીરીનું ભારણ દૂર કરવા ITI માંથી કામગીરી હાથ ધરવાનો નિર્ણય લીધો છે.

અમદાવાદઃ જો તમારે લર્નિંગ લાઇસન્સ કઢાવવાનું હોય તો આ તમારા માટે મહત્વનાં સમાચાર છે. રાજ્ય સરકારે લર્નિંગ લાઇસન્સની કામગીરી ફક્ત આઇટીઆઇમાં જ કરવાનું નક્કી કર્યુ છે. આરટીઓમાં હવે લર્નિંગ લાઇસન્સની કામગીરી બંધ થશે. એક સપ્તાહ સુધી હજી આરટીઓમાં આ કામગીરી ચાલુ રહેશે પછી તે આઈટીઆઈમાં કરવામાં આવશે. RTO પરથી કામગીરીનું ભારણ દૂર કરવા ITI માંથી કામગીરી હાથ ધરવાનો નિર્ણય લીધો છે. આ માટે ITIના સ્ટાફને ખાસ તાલીમ આપવામાં આવશે આ તાલીમ 11મી ઓક્ટોબરથી શરૂ થઈ જશે. હાલ ITIના સ્ટાફને તાલીમ આપવામાં આવશે એ બાદ એક અઠવાડિયા પછી લર્નિંગ લાઈસન્સ અહીંથી ઈશ્યુ કરવામાં આવશે. આ કામગીરી માટે ITIને પ્રતિ લર્નિંગ લાઇસન્સ રૂ. 100 વળતર અપાશે, જેમાંથી ITIએ ઇન્સ્ટ્રક્ટર, આચાર્યનો પગાર ચૂકવવાનો રહેશે. નવા નિયમ અનુસાર આરટીઓ દ્વારા હવે પછી કોઈપણ વાહનચાલકને જો લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ લેવું હશે તો સાથે સાથે ફરજિયાત પાકા લાઇસન્સની ફી પણ ભરી દેવી પડશે. તેના માટે વાહનચાલકે એન્ડોર્સમેન્ટ પ્રક્રિયા પૂરી કરવી પડશે. અત્યાર સુધી લર્નિંગ લાઇસન્સ માટે માત્ર રૂપિયા 150 જે વાહન ચાલકે ભરવાના થતા હતા, તેની સાથે હવે ફરજિયાત રૂપિયા 1050 પણ ભરી દેવા પડશે. આ નિયમના કારણે હવે પછી લાઈસન્સ કઢાવવા માટે કોઈપણ વાહન માલિક કે વાહનચાલકને રૂપિયા 1050 એક મહિનો વહેલા આપી દેવા પડશે. જો કોઈ પણ વ્યક્તિ પાસે ટુ વ્હીલરનું લાઇસન્સ હશે અને તેને રિક્ષા અથવા તો ફોર વ્હીલરનું લાઈસન્સ કઢાવવું હશે તો જે તે વાહનચાલક કે વાહનમાલિકને આ અંગે લાઈસન્સમાં ઉમેરો કરી અને ટેસ્ટ આપવો પડશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર

Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો

IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ

ABP Premium

વિડિઓઝ

Godhara Murder Case : આડાસંબંધની શંકામાં પતિએ જ કરી નાંખી પત્નીની હત્યા, જુઓ અહેવાલVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતા પુત્રના હત્યારા થયા જેલભેગા, જુઓ અહેવાલMorbi: મીઠાના અગર માટે ખાડો ખોદતી વખતે ગેસ ગળતર થતા એક વ્યક્તિનું મોતIND s AUS 1st Test: પ્રથમ ટેસ્ટ મેચમાં જ ઈન્ડિયાનો ધબડકો, 7 બેટ્સમેન ન કરી શક્યા ડબલ ડિઝીટનો સ્કોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા

Ind vs Aus: કેએલ રાહુલ સાથે થઈ ચિટીંગ? થર્ડ અમ્પાયરના નિર્ણયથી પર્થ ટેસ્ટમાં બબાલ

કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!

Embed widget