શોધખોળ કરો
Advertisement
ગુજરાતના કયા શહેરમાં પાન-મસાલા અને ચાની કિટલી ખોલવા અંગે કલેક્ટરે શું લીધો મોટો નિર્ણય? જાણો વિગત
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં લઈ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડ્યું હતું.
જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં લઈ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં જામનગર મહાનગર પાલિકા વિસ્તાર તેમજ ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં આજથી એટલે 18 જુલાઈથી આગામી 26 જુલાઈ સુધી ચા, પાન, ગુટખાના વેચાણ કરતા લારી, ગુલ્લા અને દુકાનો બંધ રાખવાનો આદેશ કરાયો છે.
જામનગર અને ધ્રોલમાં આજથી એટલે 18 જુલાઈથી આગામી 26 જુલાઈ સુધી પાનના ગલ્લા અને ચાની કીટલી ખોલવા પર કલેક્ટરે પ્રતિબંધ લાદી દીધો છે. જિલ્લામાં કોરોનાના વધતા વ્યાપને ધ્યાનમાં લઈ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી બંધ રાખવા હુકમ કર્યો હતો.
આ જાહેરનામામાં જામનગર મહાનગરપાલિકા વિસ્તાર તેમજ ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં આવતી ચા, પાન, ગુટખાના વેચાણ કરતા લારી, ગલ્લા તેમજ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જે આગામી 26 તારીખ સુધી બંધ રાખવાનો હુકમ કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement