શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રના આ જિલ્લામાં ખેડૂતોએ કર્યા વાવણીના શ્રીગણેશ, જાણો વિગત
કાલે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાનુ આગમનથી ૫૭ મીમી વરસાદ થતા અનેક વિસ્તારોમાં ખેડુતોએ વાવણીના શ્રીગણેશ કર્યા છે.
જૂનાગઢઃ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને સૌરાષ્ટ્ર સહિત કેટલાય જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી હોવાના સમાચાર મળ્યા છે. કેશોદ તાલુકામાં ગઈ કાલે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાનુ આગમનથી ૫૭ મીમી વરસાદ થતા અનેક વિસ્તારોમાં ખેડુતોએ વાવણીના શ્રીગણેશ કર્યા છે.
કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈ કાલે બે ઈંચથી વધુ વરસાદ થયો હતો ત્યારે ખેડૂતો ખેતીનાં નવા કામમાં લાગી ગયા છે. વાવણી લાયક વરસાદ થવાથી અનેક વિસ્તારોમાં વાવણી શરૂ થતા ખેડુતોમાં આનંદની લાગણી પણ જોવા મળી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement