શોધખોળ કરો

આ વર્ષે નહીં યોજાય જૂનાગઢ મહાશિવરાત્રી મેળો, માત્ર સાધુ-સંતો પરંપરા જાળવશે

દર વર્ષે મહા શિવરાત્રીના મેળામાં ૧૨ થી ૧૫ લાખ ભાવિકો આવતા હોય છે, પરંતુ આ વખતે કોરોના મહામારીને લઈને મોટી સંખ્યામાં ભાવિકો એકત્ર ના થાય અને તેઓ ઘરે બેઠા શિવરાત્રીના મેળાની પરંપરાગત ઉજવણી માણી શકે તે માટે લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

જૂનાગઢમાં વર્ષોની પરંપરા મુજબ લાખો ભાવિકોની હાજરીમાં યોજાતો મહા શિવરાત્રીનો મેળો કોરોના મહામારીને લઈને ભાવિકો માટે મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે પરંપરા છે તે માટે સાધુ-સંતો દ્વારા મહા વદ નોમને દિવસે સ્નાનવિધિ, ધ્વજારોહણ, પૂજન-અર્ચન કરવામાં આવશે અને પાંચ દિવસ મેળાની પરંપરા જાળવવામાં આવશે. જૂનાગઢ ખતે ભવનાથ તળેટીમાં દરવર્ષે મહા વદ નોમને દિવસથી પાંચ દિવસ યોજાતો મહા શિવરાત્રીનો મેળો આ વર્ષે યોજાશે કે કેમ તે અંગે ગઈકાલે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને સાધુ-સંતો સાથે બેઠક મળી હતી, જેમાં રૂદ્રેશ્વર જાગીર આશ્રમના ઇન્દ્રભારતી મહારાજ, અન્ય સાધુ-સંતો, મેયર ધીરુભાઈ ગોહેલ, મ્યુ.કમિશ્નર તુષાર સુમેરા, ડીસીએફ ડો.સુનિલ બેરવાલ, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ઉતારા મંડળના ભાવેશ વેકરીયા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં પ્રવર્તમાન કોરોના મહામારીને લઈને ભાવિકો માટે મહા શિવરાત્રીનો મેળો મોકૂફ રાખવા માટે સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોનાને લઈને જેમ લીલી પરિક્રમા મોકૂફ રાખીને માત્ર પરંપરા જાળવવા પ્રતિકાત્મક પરિક્રમાનું આયોજન કર્યું હતું, તેમ મેળા માટે સાધુ-સંતો દ્વારા કેવી રીતે મહા શિવરાત્રીની ઉજવણી કરવી તે નક્કી કરવામાં આવશે, આગામી તા.૭ માર્ચને મહા વદ નોમના દિવસે સાધુ-સંતો દ્વારા સ્નાનવિધિ બાદ ભવનાથ મંદિરે ધ્વજારોહણ પૂજન-અર્ચન કરીને ઉજવણી કરવામાં આવશે, ત્યાર બાદ ક્યાં અખાડામાંથી કેટલા સંતો-સેવકો આવે છે તેના પર રવેડી સહિતના કાર્યક્રમો નક્કી કરવામાં આવશે. દર વર્ષે મહા શિવરાત્રીના મેળામાં ૧૨ થી ૧૫ લાખ ભાવિકો આવતા હોય છે, પરંતુ આ વખતે કોરોના મહામારીને લઈને મોટી સંખ્યામાં ભાવિકો એકત્ર ના થાય અને તેઓ ઘરે બેઠા શિવરાત્રીના મેળાની પરંપરાગત ઉજવણી માણી શકે તે માટે લાઈવ પ્રસારણ કરવામાં આવશે. સાથે મેળામાં આવતા લાખો ભાવિકો અને અન્નક્ષેત્રો પણ ન આવવા ઉતારા મંડળે અપીલ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ

Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ

વિડિઓઝ

Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?

અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી

Embed widget