Junagadh: માણાવદરના બાપોદર ગામની વિદ્યાર્થીની માટે પ્રવાસ બન્યો અંતિમ યાત્રા, વોટર સ્લાઈડના દોરડામાં પગ ફસાતા થયું કરૂણ મોત
Latest Junagadh News: વિદ્યાર્થીનું નામ પાલી કાકડીયા છે. હાલ પોલીસે સમગ્ર બનાવ મુદ્દે તપાસ હાથ ધરી છે.
![Junagadh: માણાવદરના બાપોદર ગામની વિદ્યાર્થીની માટે પ્રવાસ બન્યો અંતિમ યાત્રા, વોટર સ્લાઈડના દોરડામાં પગ ફસાતા થયું કરૂણ મોત Junagadh News: A journey became the final journey for a student of Bapodar village in Manavdar check details Junagadh: માણાવદરના બાપોદર ગામની વિદ્યાર્થીની માટે પ્રવાસ બન્યો અંતિમ યાત્રા, વોટર સ્લાઈડના દોરડામાં પગ ફસાતા થયું કરૂણ મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/14/7ad1a57d9f0569fdec9e8d2efbdd867a170520574426476_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Junagadh News: ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઘણી શાળાઓ દ્વારા શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવતું હોય છે. આ દરમિયાન જૂનાગઢના માણાવદરના બાપોદર ગામના વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસ માટે જૂનાગઢ આવ્યા હતા. પ્રવાસમાં છેલ્લે સૂરજ ફનવર્લ્ડની મુલાકાતે બાળકોને લઇ જવાયા હતા. જ્યાં વોટર સ્લાઇડના દોરડામાં એક વિદ્યાર્થીનીનો પગ ફસાયા બાદ તે 10 ફૂટ ઉપર ગઇ હતી જ્યાં લોખંડમાં તે ભટકાઇને જમીન પર પટકાતાં તેનું મોત નિપજ્યું હતું. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, માણાવદર તાલુકાની બાપોદર સરકારી પ્રાથમિક શાળામાંથી બાળકોને શૈક્ષણિક પ્રવાસ માટે જૂનાગઢ લાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીનું નામ પાલી કાકડીયા છે. હાલ પોલીસે સમગ્ર બનાવ મુદ્દે તપાસ હાથ ધરી છે.
વલસાડમાં પતંગ ચગાવતા છ વર્ષના બાળકનું મોત થયું છે. ખાટકીવાડ વિસ્તારમાં ધાબા પરથી પટકાતા બાળકનું મોત થયું હતું. ખુશ્બુ એપાર્ટમેન્ટમાં પરવેઝ શેખ નામના બાળકનું મોત થયું હતું. બાળકના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો હતો. પરવેઝ શેખ પતંગ ચગાવતા ચગાવતા ધાબા પરથી નીચે પટકાયો હતો. વલસાડના ખાટકીવાડ વિસ્તારમાં પતંગ ચગાવી રહેલો છ વર્ષનો બાળક ધાબા પરથી નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘાયલ બાળકને સારવાર માટે વલસાડની કસ્તૂરબા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેનુ મોત થયું હતું. બાળકને ઈમરજન્સી વોર્ડમાં ખસેડતા ફરજ પરના તબીબોએ તેને પ્રાથમિક સારવાર આપી આઇસીયુ વોર્ડમાં સારવાર હેઠળ ખસેડ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. બાળકના મોતથી સમગ્ર પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.
મહેસાણામાં પતંગ લુંટવા જતા બાળકને કમકમાટીભર્યું મોત મળતાં વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ખેરાલુના મોટી હિરવાણી ગામના 10 વર્ષીય બાળક પતંગ લુંટવા માટે દોડી રહ્યો હતો. 10 વર્ષીય રાહુલ વણઝારા નામનો બાળક શનિવારે પાંચ વાગ્યે અતિઉત્સાહમાં પતંગ લુંટવા જતા કુવામાં ખાબક્યો હતો. જ્યાં તેનું કરૂણ મોત નિપજ્યું હતું. ત્યારબાદ તેના મૃતદેહને ખેરાલુ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઉતરાયણના પર્વે થયેલા મોતથી શોકનો માહોલ છે. 10 વર્ષીય રાહુલ વણઝારા નામનો બાળક પતંગ લૂંટવાની લાયમાં કુવાને જોયા વિના તે પરથી પસાર થતાં તેમાં પડી ગયો હતો. જેના કારણે તેનુ કરૂણ મોત થયું હતું. મોટી હિરવાણી ગામમા આઠ ઘરો વણઝારા સમાજના છે. ઉત્તરાયણના પવિત્ર તહેવાર પર દુર્ઘટના બનતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)