શોધખોળ કરો
Advertisement
ગિરનાર રૉપ-વે માટેની તોતિંગ ફી છતાં પહેલા દિવસે કેટલાં લોકો બેઠાં? જાણો કેટલી થઈ આવક?
ગિરનારની રૉપ-વે એશિયાની સૌથી મોટી રૉપ-વે છે. પરંતુ રિપોર્ટ છે કે ફી વધુ હોવા છતાં ગિરનાર-જુનાગઢની રૉપ-વેને પ્રથમ દિવસે અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે
જુનાગઢઃ ગુજરાતમાં ગિરનાર પર્વત પર ચઢવા માટે રૉપ-વેની સુવિધાની શરૂઆત થઇ ચૂકી છે. ગિરનાર સૌથી ઉંચો પર્વત હોવાથી તેના રૉપ-વેની ફી પણ વધુ છે, ગિરનારની રૉપ-વે એશિયાની સૌથી મોટી રૉપ-વે છે. પરંતુ રિપોર્ટ છે કે ફી વધુ હોવા છતાં ગિરનાર-જુનાગઢની રૉપ-વેને પ્રથમ દિવસે અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે.
માહિતી પ્રમાણે, પ્રથમ દિવસે જ એટલે કે રવિવારે જ ગિરનાર રૉપ-વેમાં બેસવા માટે નાના-મોટા સૌ કોઇ ઉમટી પડ્યા હતા, અને અભૂતપૂર્વ પ્રતિસાદ વચ્ચે રૉપ-વેમાં પ્રથમ દિવસે 14 લાખથી વધુની આવક થઇ હતી. અહીં દિવસભર કુલ 2062 લોકોએ સફર કરી હતી. રૉપ-વેમાં બેસવા માટે રવિવારે સવારથી જ પ્રવાસીઓનો ધસારો રહ્યો હતો. જોકે એજન્સીના દાવા મુજબ પ્રથમ દિવસે 2062 લોકોએ રોપ વેની સફર કરી હોવાનું જણાવ્યું હતું.
ગુજરાત સરકારે સોરઠમાં ટુરીઝમ સર્કીટ ઉભી થાય તે હેતુથી અને સામાન્ય ઘરના પરિવારના લોકો પોતાના બાળકો સાથે હરી ફરી શકે અને સ્થાનિક વેપાર-ધંધાને વેગ મળે તે માટે રૉપ-વે શરૂ કરી છે. એશિયાનો સૌથી મોટો અને લાંબો ગિરનાર રૉપ-વે પ્રવાસીઓ હવે ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેમાં પ્રથમ દિવસે જ અત્યાર સુધી 400થી વધુ પ્રવાસીઓએ વહેલી સવારથી જ લાઇન લગાવી હતી. ઉપરાંત રોપવેના સંચાલક ઉષા બ્રેકો દ્વારા એક હજાર પ્રવાસીઓ માટે ગોલ્ડન ટિકિટ આપવામાં આવી રહી છે. જેમાં લખ્યું છે કે ગિરનાર રોપવેના પ્રથમ 1000 પ્રવાસીમાં આપ સામેલ છો. આ ટિકિટ તેમના માટે ઐતિહાસિક સાબિત થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દુનિયા
Advertisement