Girnar Ropeway: જૂનાગઢ રોપ વે સેવા ફરી કરાઇ બંધ, પવનની ગતિ વધતાં લેવાયો નિર્ણય
હાલ વેસ્ટર્બન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના પગલે પવનની ગતિ પણ તીવ્ર બની છે. ત્યારે સાવધાનીના ભાગરૂપે જૂનાગઢ રોપવે સેવા બંધ કરવામાં આવી છે
Girnar Ropeway:હાલ વેસ્ટર્બન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના પગલે પવનની ગતિ પણ તીવ્ર બની છે. ત્યારે સાવધાનીના ભાગરૂપે જૂનાગઢ રોપવે સેવા બંધ કરવામાં આવી છે.
જૂનાગઢના ગિરનારમાં હાલ પવની ગતિ તેજ છે. જેના કારણે જૂનાગઢ ગિરનારની રોપ વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષાના કારણોસર રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, હાલ ખાસ કરીને ગિરનાર શિખર પર 60-70 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. તીવ્ર ગતિના પવનમાં રોપ વે સેવા દરમિયાન કોઇ દુર્ઘટના ન ઘટે માટે સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખીને રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યભરમાં હાલ અચાનક જ વાતાવરણાં પલટો આવ્યો છે તેજ પવન સાથે રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યાં છે. અમરેલી, સાબરકાંઠા,બનાસકાંઠા, પાટણ સહિત અનેક વિસ્તારમાં કમોસમી વરસાદે ચોમાસા જેવો માહોલ સર્જી દીધો છે. આજે રવિવાર અને હોળીના તહેવારો શરૂ થતાં રજાઓ માણવા મોટી સંખ્યામાં લોકો ગિરનાર આવી શકે છે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપ વે સેવા બંધ કરવામાં આવી છે. પવનની ગતિ સામાન્ય થતાં ફરી રોપ સેવા પૂર્વવત કરવાનો નિર્ણય લેવાયો છે.
Rain Forecast : ગુજરાતમાં આગામી 9 માર્ચ સુધી વરસાદ પડવાની આગાહી
Rain Forecast : ગુજરાતમાં આગામી 9 માર્ચ સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારો વરસાદ પડી શકે છે.
રાજ્યભરના વાતાવરણમાં એકાએક પલટો આવતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું થયુ છે.દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘરાજની એન્ટ્રીએ ખેડૂતોની ચિંતા વધારી છે. હવામાન વિભાગે હજુ પણ 9 માર્ચ સુધી વરસાદની આગાહી કરી છે. જાણીએ ક્યાં જિલ્લામાં કઇ તારીખે મેઘરાજાની એન્ટ્રી થશે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના આણંદ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ચારથી પાંચ દિવસ સુધી છુટાછવાયા વરસાદ પડી શકે છે.
આજે ક્યાં થશે કમોસમી વરસાદ?
6 માર્ચે ક્યાં જિલ્લામાં પડશે વરસાદ
6 માર્ચે ડાંગ,તાપીમાં કમોસમી વરસાદ થઇ શકે છે.
7 માર્ચે ક્યાં પડશે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ પ્રેમોસૂન એક્ટિવિટીના ભાગરૂપે ડાંગ તાપી નર્મદામાં 7 માર્ચે વરસાદ થશે. ,
8 માર્ચે કયાં માવઠાની આગાહી
બનાસકાંઠા,સાબરકાંઠા,દાહોદ, નર્મદા, ડાંગ તાપી છોટાઉદેપુર, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢમાં કમોસમી વરસાદ ખેડૂતની ચિંતા વધારી શકે છે.
9 માર્ચે ક્યા પડશે વરસાદ
હવામાન વિભાગે હાલ 9 માર્ચ સુધી વરસાદની આગાહી કરી છે. ત્યારે 9 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, તાપી, નર્મદા રાજકોટ, ભાવનગર, કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે.
કમોસમી વરસાદ ક્યાં પાકને પહોંચાડશે નુકસાન
કમોસમી વરસાદ પડતાં રવિ પાકને પારવાર નુકસાન થઇ રહ્યું છે. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. કમોસમી વરસાદના કારણે ઘઉં,ચણા,બટાટા,રાયડો,ધાણા,મેથી,ડુંગળી,વરિયાળી,કેરી,શાકભાજીને પારાવાર નુકસાન થઇ શકે છે.
હોળી પહેલા 10 રાજ્યોમાં પડી શકે છે વરસાદ, દિલ્હી-NCRમાં ખુશનુમા વાતાવરણ
md Alert: હોળી નજીકમાં છે ત્યારે ફરી એકવાર ઘણા રાજ્યોમાં હવામાન બદલાવા જઇ રહ્યું છે. IMDએ 10 રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને પાંચ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વાવાઝોડાનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પર્વતીય રાજ્યો ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા ચાલુ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી અને NCRમાં પણ હવામાન બદલાઈ શકે છે.
હવામાન વિભાગે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. આ સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, આંદામાન-નિકોબાર, સિક્કિમ અને મેઘાલયમાં છૂટોછવાયો વરસાદ ચાલુ રહી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં વરસાદ પડી રહ્યો છે.
પહાડી રાજ્યોમાં હિમવર્ષા
IMDનું કહેવું છે કે હિમાચલ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરના ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ રહી શકે છે. આગામી કેટલાક દિવસો સુધી અહીં તાપમાન વધવાની શક્યતા ઓછી છે.
હવામાન વિભાગનું કહેવું છે કે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનમાં મહત્તમ તાપમાન 28 થી 32 ડિગ્રી સુધી રહી શકે છે.
તાપમાન 5 ડિગ્રી સુધી વધી શકે છે
દક્ષિણ રાજસ્થાન, પૂર્વ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડમાં મહત્તમ તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો વધારો થઈ શકે છે. અહીં મહત્તમ તાપમાન 32 થી 35 ડિગ્રી સુધી રહી શકે છે.
કેવું રહેશે દિલ્હી-NCRમાં હવામાન?
હોળી નજીક છે અને દિલ્હી-એનસીઆરમાં હવામાન બદલાઈ રહ્યું છે. IMD અનુસાર, દિલ્હીમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. અહીં મહત્તમ તાપમાન 28 થી 32 ડિગ્રી સુધી રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સુધી રહેશે. આગામી બે-ત્રણ દિવસ સુધી વાતાવરણ આવું જ રહી શકે છે.