Junior clear Exam Paper leak : પેપરો નહીં માણસો ફૂટતા હોય છે: જય વસાવડા
જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જવાના મામલે જાણીતા લેખક જય વસાવડાએ પ્રતિક્રિયા આપતા આ ઘટનાને આઘાતજનક ગણાવી હતી.
Jay vasavada on paPer Leak:આજે જુનિયર ક્લર્કની પરીક્ષા હતી. પરીક્ષાનું પેપર ફૂટી જતાં આખરે પરીક્ષા મોકૂફ રખાતા સાડા નવ લાખ પરીક્ષાર્થીઓ નિરાશ થયા હતા. આ સમગ્ર ઘટના મુદે જાણીતા લેખક જય વસાવડાએ નિવેદન આપતાં કહ્યં હતું કે,
પેપર નથી ફુટતા, માણસો ફુટે છે.
જયવસાવાડ આજે સુરતના ઓલવાડમાં હતી મીડિયા સમક્ષ રૂબરૂ થતાં જ્યારે તેમને આજની પેપર લીકની ઘટના મુદ્દે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું હતું કે, પેપર નથી ફુટતા, માણસો ફુટે છે.‘બાળકોને પ્રમાણિક બનાવવાની થવાની ખેવના માતા પિતાને નથી હોતી કારણ કે પરીક્ષા કેન્દ્ર બહાર વાલીઓ જ બાળકોને ચોરી કરાવવા માટે બહાર ઉભા હોય છે,. મે ખુદ આવા દ્વશ્યો જોયા છે, આ બધુ જોઇને આઘાત લાગે છે. તેમણે કહ્યું હતું કે, આપણે આવી સંતિતિ પેદા ન કરીએ કે, ફૂટેલા પેપરમાંથી અધિકારી બને.'’
Paper Leak News Live Update પેપર લીક પરીક્ષાર્થીઓ નિરાશા
રાજ્ય સરકાર ફરી એકવાર સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં નિષ્ફળ ગઇ છે. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુ એક વખત જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલા પેપર લીક થતા પરીક્ષા મોકૂફ રખાઇ છે. પોલીસ તપાસ દરમિયાન એક યુવકની ધરપકડ કરી છે. આ યુવક પાસેથી પ્રશ્રપત્રની નકલ મળી આવી હતી.
29 જાન્યુઆરી રવિવારે પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની કુલ 1 હજાર 185 જગ્યા માટે ભરતી પરીક્ષા યોજાવવાની હતી. જેના માટે રાજ્યભરમાં 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. આ પરીક્ષા 2 હજાર 995 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાવવાની હતી. જો કે વારંવાર સરકારી નોકરી માટેની પરીક્ષાના પેપર ફૂટતા બેરોજગાર પરીક્ષાર્થીઓમાં ઘોર નિરાશા જોવા મળી રહી છે.
Paper Leak News Live Update: પેપર ફોડવાનું કૃત્ય ગુજરાત બહારની ગેંગે કર્યું: રાધિકા કચેરિયા
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. સમગ્ર મામલે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના સભ્ય રાધિક કચેરિયાએ એબીપી અસ્મિતા સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે પરીક્ષાના પેપરનો કેટલોક ભાગ લીક થયાના સમાચાર મળતાં જ પેપર રદ કરવાનો નિર્ણય લીઘો છે. મીડિયા દ્રારા જ્યારે સિસ્ટમ પર સવાલ ઉભા થયા તો સમગ્ર પેપરલીક કાંડમાં ગુજરાત બહારની ટોળકીનો હાથ હોવાનું જણાવ્યું છે. ગુજરાત બહારની ટોળકીએ પેપર ફોડ્યું હોવાનો મીડિયા સમક્ષ રાધિકા કચેરિયાએ ઉલ્લેખ કર્યો હતો.