Kheda: ખેડા સીરપકાંડમાં આરોપીનો મોટો ખુલાસો, 50 લિટર ઇથેનોલ કેમિકલ મિક્સ કરાતુ હતુ
Kheda: ખેડા સીરપકાંડમાં આરોપીઓની પૂછપરછ બાદ વધુ એક મોટો ખુલાસો થયો હતો
Kheda: ખેડા સીરપકાંડમાં આરોપીઓની પૂછપરછ બાદ વધુ એક મોટો ખુલાસો થયો હતો. મળતી જાણકારી અનુસાર, ખેડા સીરપકાંડના માસ્ટરમાઇન્ડ રાજદીપ સિંહ વાળાએ રિમાન્ડ દરમિયાન ખુલાસો કર્યો હતો કે 500 લીટર દ્રાવણમાં 50 લિટર ઇથેનોલ કેમિકલ ભેળવાતું હતું. સાથે જ કેમિકલ મિશ્રણ યુક્ત 500 લીટર સીરપમાંથી 1200થી 1300 બોટલ તૈયાર કરાતી હતી.
ત્યારબાદ મોકમપુરા સ્થિત ફેક્ટરી ખાતે આયુર્વેદિક સીરપનું નકલી લેબલ લગાવવામા આવતુ હતું. બાદમાં યોગેશ સિંધી આ બોટલોને ગામે ગામ વેચતો હતો. ખેડાની સાથે આણંદ અને વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં નકલી સીરપનું વેચાણ આવતું હતું. નકલી સીરપ બનાવનાર માસ્ટરમાઈન્ડ રાજદીપસિંહ વાળાના રિમાન્ડ 18 ડિસેમ્બરે પુરા થશે.
પોલીસ દ્વારા પકડાયેલો આરોપી રાજદીપસિંહ વાળા પહેલા ચાંગોદર સ્થિત ભરત નકુમની ફેક્ટરીમાં કરતો હતો. ભરત નકુમ દ્વારા ચાંગોદરમાં ડુપ્લિકેટ સિરપ બનાવવામા ફેકટરી નાંખવામાં આવી હતી. આ ફેકટરીમાં મેનેજર તરીકે રાજદીપ સિંહ વાળા નોકરી કરતો હતો.
ભરત નકુલની ફેક્ટરી માંથી નડિયાદના સિરપકાંડનો મુખ્ય આરોપી યોગેશ સિંધી સીરપનો જથ્થો મંગાવતો હતો યોગશ સિધી ભરત નકુમ પાસેથી સિરપ મંગાવતો હતો અને રાજદીપ સિંહ સાથે સંપર્કમાં હતો. રાજદીપસિંહે ભરત નકુમને ત્યાંથી છૂટા થઈને યોગેશ સિંધીનો સંપર્ક કર્યો. યોગેશ સિંધી અને રાજદીપસિંહ વાળાએ મળીને સીરપ બનવાની ફેકટરી નાખવાનું નક્કી કર્યું. રાજદીપ સfરપ બનવાની ફોર્મ્યુલા અને પેકેજીંગ માટેની મશીનરીના જાણકાર હતો.
યોગેશ સિંધીએ પોતાની ફેકટરી સ્થાપી અને રાજદીપસિંહ સમગ્ર સંચાલન કરતો હતો. જે આરોપીની સિરપ કાંડમાં પણ કેમિકલ આપ્યું હોવાનું સામે આવતા ખેડા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં પોલીસ દ્વારા રાજદીપ સિંહ સહિત 7 આરોપીઓની ધરપકડ કરી છે. રાજદીપસિંહ વાળા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના મેવસા ગામના રહેવાસી છે
2022માં દ્વારકાના ખંભાળિયામાંથી સિરપનો જથ્થો ઝડપાયો હતો. 2022માં પોલીસે ભરત નકુમની ફેક્ટરી સીઝ કરી ગુનો દાખલ કર્યો હતો અને જેલભેગો કર્યો હતો. ખંભાળિયામાં આ ગુનાની તપાસ દરમિયાન મુંબઈથી કેમિકલ આપનાર તોફીક મુકાદમનું નામ ખુલ્યું હતું અને તે વોટન્ડ આરોપી હતો. જે આરોપીની સિરપ કાંડમાં પણ કેમિકલ આપ્યું હોવાનું સામે આવતા ખેડા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.