શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના કયા જિલ્લાના કલેક્ટર અને DDOને રસી લીધાના 15 જ દિવસમાં લાગ્યો કોરોનાનો ચેપ? જાણો વિગત
ખેડા કલેકટર આઈ. કે.પટેલ અને ડીડીઓ ડી. એસ. ગઢવી ને કોરોના થયો છે. રેપીડ/આર.ટી.પી.એસ બન્ને રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બંને અધિકારીઓને હોમ આઇસોલેટ કરાયા છે.
આણંદઃ ગુજરાતમાં કોરોના પર નિયંત્રણ માટે રસીકરણ શરૂ કરાયું છે. પ્રથમ તબક્કામાં ફ્રન્ટ લાઇન વર્કરોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે, ત્યારે ખેડા જિલ્લામાં કોરોનાની રસી લીધા પછી કોરોનાનો ચેપ લાગ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ખેડા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી કોરોનાની ઝપેટમાં આવી ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે.
આ બંને અધિકારીઓને વેકસીન લીધાના 15 જ દિવસમાં કોરોના થયો છે. ખેડા કલેકટર આઈ. કે.પટેલ અને ડીડીઓ ડી. એસ. ગઢવી ને કોરોના થયો છે. રેપીડ/આર.ટી.પી.એસ બન્ને રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બંને અધિકારીઓને હોમ આઇસોલેટ કરાયા છે. ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion