Kheda : યુવક-યુવતીએ કમરે દુપટ્ટો બાંધીને કેનાલમાં ઝંપલાવ્યું, નહેર પર લોકોના ટોળા ઉમટ્યા
મહુધાના વડથલ ફલોલી કેનાલમાં યુવક યુવતીના મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. બન્ને પ્રેમીપંખીડાએ પોતાની કમર પર દુપટ્ટો બાંધીને એક સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું.
ખેડાઃ મહુધાના વડથલ ફલોલી કેનાલમાં યુવક યુવતીના મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. બન્ને પ્રેમીપંખીડાએ પોતાની કમર પર દુપટ્ટો બાંધીને એક સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું. બન્ને કઠલાલ તાલુકાના રહેવાસી હોવાની વિગતો સામે આવી રહી છે. બંનેએ કયા કારણોસર મોત વહાલું કર્યું છે તે જાણવા મળ્યું નથી. મૃતદેહો મળી આવતા આજુબાજુના લોકોના ટોળા નહેર પર ઉમટી પડ્યા હતા.
Surat : મામીને ભાણેજ સાથે શારીરિક સંબંધથી રહી ગયો ગર્ભ ને પછી એવો આવ્યો વળાંક કે વાંચીને હચમચી જશો
સુરત : ઉધના યાર્ડમાં થયેલ સગર્ભાની હત્યાનો ભેદ રેલવે પોલીસે ઉકેલી નાખ્યો છે. આ હત્યા બીજા કોઈ નહીં, પરંતુ પ્રેમી એવા ભાણેજ દ્વારા કરવામાં આવી છે. 8 મહિના ગર્ભ સાથે યુવતીની ગળું દબાવી અને લાતો મારી હત્યા કરી હતી. મામી અને ભાણેજ વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી વલસાડ નજીક રહેતા હતા. ભાણેજે જ પોતાના પુત્રની હત્યા મામીના ગર્ભમાં કરી હોવાનો પણ ધડાકો થયો છે. આરોપી ભાણેજને બિહારથી ઝડપી પાડી સુરત લાવવામાં આવ્યો.
ગત 21મી માર્ચે સુરત શહેરના ઉધના રેલવે યાર્ડમાં ગર્ભવતી મહિલાની ગળું દબાવી તેના મોઢા પર માર મારી તેની હત્યા કરેલી લાશ મળી આવી હતી. ઘટનાને પગલે રેલવે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બીજી તરફ મહિધરપુરા પોલીસને સમગ્ર ઘટનાની કડીઓ જોડતા cctv ફૂટેજ હાથમાં લાગ્યા હતા, જેમાં એક પુરુષ મહિલા સાથે દેખાય છે. મહિલાની હત્યા કર્યા બાદ બાળકીને લઈ ઉધના રેલવે સ્ટેશનથી સુરત રેલવે સ્ટેશન આવે છે. સુરત રેલવે સ્ટેશને બાળકીને એકલી મૂકી પ્લેટફોર્મ ઉપર જતો રહે છે. રેલવે પોલીસે સમગ્ર કેસની તપાસ હાથ ધરી હતી અને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. સાથે સાથે મૃતક મહિલાની ઓળખાણ માટેની તપાસ તપાસ પણ હાથ ધરી હતી.