શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સ્વામિનારાયણ મંદિરના આશ્રમમાં છપાતી નકલી નોટો કેવી રીતે થયો પર્દાફાશ? શેમાં મોકલાતી હતી નકલી નોટો? જાણીને ચોંકી જશો
મુખ્ય રાધારમણ સ્વામી, કામરેજના પિતા-પુત્ર, અંકલેશ્વરના યુવક સહિત પાંચની સુરત ક્રાઈમ બ્રાન્ચ ધરપકડ કરી હતી.
ખેડા: ખેડાના અંબાવ ગામે નવું બંધાઈ રહેલા સ્વામિનારાયણ મંદિર આશ્રમની રૂમમાં નકલી નોટ છાપવાનું કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં મુખ્ય રાધારમણ સ્વામી, કામરેજના પિતા-પુત્ર, અંકલેશ્વરના યુવક સહિત પાંચની સુરત ક્રાઈમ બ્રાન્ચ ધરપકડ કરી હતી. મહત્વની વાત છે કે, પ્રસાદ માટે વરસાતા બોક્સમાં આ નકલી નોટોની હેરાફેરી કરવામાં આવતી હતી.
રૂપિયા 2 હજારની અસલી ચલણી નોટ સ્કેન કરી નકલી નોટની પ્રિન્ટ કાઢવામાં આવી હતી. આ રીતે 2 હજારની 5,013 નકલી નોટ છાપવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે રૂપિયા 1 કરોડ 26 લાખની કિંમતની ફેક કરન્સી કબજે કરી હતી.
શનિવારે રાત્રે કામરેજથી ગઢપુર ટાઉનશિપ તરફ જવાના રોડ પર આવેલા ફાર્મ પાસેથી પ્રતીક ચોડવડિયાને રૂપિયા 2 હજારના દરની રૂપિયા 4.06 લાખની કિંમતની 203 નકલી નોટ મળી આવી હતી.
પોલીસે તેની પાસેથી મોબાઈલ અને 5 લાખની સ્કોડા કાર કબજે કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે સરથાણા શ્યામધામ મંદિર રોડ પરથી પ્રવીણ ચોપડા, પ્રવીણનો પુત્ર કાળુ, મોહન માધવ વાધુરડેને નકલી નોટો સાથે ઝડપી પાડ્યો હતો.
પોલીસે આશ્રમ પરિસરના રૂમમાંથી 2 હજારના દરની 50 લાખની કિંમતની 2500 નકલી નોટો તથા મશીન કબજે કર્યું હતું. મંદિરના આ રૂમમાં નકલી નોટ છાપવામાં આવતી હતી. અહીં અસલી નોટ મશીનમાં સ્કેન કરી કલર પ્રિન્ટ કાઢવામાં આવતી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion