Accident:ખેરાલુની સ્કૂલની પ્રવાસની બસનો અકસ્માત, 21 ઇજાગ્રસ્ત, 1 યુવકનું નિપજ્યું મૃત્યુ
ખેરાલુની સી.એન વિદ્યાલયની પ્રવાસના બસનો અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનમાં બસને અકસ્માત નડતાં બસમાં સવાર 21ને ઇજા પહોંચી છે.
Accident:ખેરાલુની શાળાની પ્રવાસે જતી બસનો અકસ્માત સર્જાયો છે. ખેરાલુની સી.એન વિદ્યાલયે બસ વિદ્યાર્થીઓ માટે પ્રવાસનું આયોજન કર્યું હતું. રાજસ્થાન જતી આ બસને અકસ્માત નડતાં બસમાં સવાર 21 વિદ્યાર્થિઓને ઇજા પહોંચી છે તો પ્રવાસનું સમગ્ર સંચાલન કરનાર એક યુવક જે પટ્ટાવાળાની સ્કૂલમાં ફરજ બજાવતો હતો. જેને ગંભીર ઇજા પહોંચતા મોત થયું છે. ખેરાલુની સી.એન.વિદ્યાલયના વિદ્યાર્થીઓ પ્રવાસે ગયા હતા. વિદ્યાર્થીઓ ભરેલ બસ ટ્રક પાછળ ઘૂસી જતા સર્જાયો ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 21 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલ વિદ્યાર્થીઓને નજીકની શિવગંજ હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. અકસ્માતની ઘટનાની જાણ થતાં શિવગંજ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
તો બીજી તરફ ભાવનગરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં ડમ્પર ચાલકે બે લોકોના જીવ લીધા છે. બેફામ ચાલતા ડમ્પરના કારણે બે લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ અકસ્માત સર્જી ડમ્પર ચાલક નાસી છૂટ્યો હતો. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ભાવનગર-રાજકોટ હાઇવે પર ખોડીયાર મંદિર પાસે આ દુર્ઘટના ઘટી હતી જેમાં ભાવનગર શહેરના બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.
પપુ ભાઈ કુરેશી અને હાસમ ભાઈ કુરેશી નામના વ્યક્તિ જેવો બાઈક લઈને જઈ રહ્યા હતા એ સમયે ડમ્પર ચાલકે અડફેટે લીધા હતા. બનાવને લઈ હાલ રોડ પર તંગદિલીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અકસ્માત સર્જી ડમ્પર ચાલક દૂર જઈ પોતાનું ડમ્પર છોડી ભાગી ગયા બાદ સિહોર પોલીસે ડમ્પરને કબજે કર્યું છે.
અકસ્માત એટલો ભયંકર હતો કે બાઈક સહિત લાશ 20 મીટર સુધી દૂર કચડાઈને ફગોળાઈ હતી. પપુ ભાઈ અને હાસમ ભાઈ નામના ટૂ વિલર ચાલકે આ બનાવમાં જીવ ગુમાવ્યો છે. અહીં ગુજરાતનું સુપ્રસિદ્ધ ખોડીયાર માતાનું મંદિર આવેલું છે કે જ્યાં હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે એ જ રોડ પરથી રોજના 300 થી વધુ માટી ભરેલા ડમ્પરો બેફામ ચાલતા હોય છે. આમ છતાં તંત્રની કામગીરી દેખાડવા પુરતિજ છે. દર મહિને હપ્તાની તારીખ હોય ત્યારે જ આ રોડ પર RTO, ટ્રાફિક પોલીસ તેમજ અન્ય વિભાગો જોવા મળતા હોવાનો આરોપ લોકો લગાવી રહ્યા છે.