શોધખોળ કરો
Advertisement
કચ્છના અબડાસામાં આભ ફાટ્યું, 5 કલાકમાં ખાબક્યો 10 ઈંચ વરસાદ
અબડાસા તાલુકામાં માત્ર 5 કલાકના ગાળામાં જ સાંબેલાધાર 10 ઈંચ વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા.
કચ્છ: ભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છના અબડાસામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અબડાસા તાલુકામાં માત્ર 5 કલાકના ગાળામાં જ સાંબેલાધાર 10 ઈંચ વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા.
અબડાસા શહેરમાં નદીઓની માફક પાણી વહેતા થતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલા પાણીથી સ્થાનિક લોકોની મુશ્કેલી વધારી.
અબડાસા ઉપરાંત મુંદ્રામાં ચાર ઈંચ, નખત્રાણામાં ત્રણ ઈંચ, ભૂજ અને લખપતમાં એક એક ઈંચ વરસાદ વરસ્યો હતો.
કચ્છ જિલ્લામાં સિઝનનો 226 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તેમ છતાં હજી ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે અને પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.
હવામાન વિભાગ દ્વારા ફરી આગામી 29, 30 અને 31 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેલમાર્ક લો પ્રેશર અને સાયક્લોનિક સરક્યુલેશનના કારણે ગુજરાતમાં ફરી વરસાદને લઈને આગાહી કરાઈ છે.
રાજ્યમાં આજથી આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર-દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. આજે વલસાડ, નવસારીમાં અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે દાહોદ, સુરત, તાપી, ડાંગ, જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
વડોદરા
ક્રિકેટ
Advertisement