શોધખોળ કરો

કચ્છના મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયેલ ડ્રગ્સ કેસમાં આરોપી દંપત્તીની ધરપકડ, 10 દિવસના રિમાન્ડ મંજુર

મુન્દ્રા પોર્ટ પરથી કરોડોનું હેરોઇનનો જથ્થો ઝડપવામાં આવ્યો છે. આ હેરોઇન અંદાજીત 10,000 કરોડનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.  આ કેસમાં ડીઆરઆઈ વિભાગે ચેન્નઈથી એક દંપતીની ધરપકડ કરી હતી.

ભૂજ:  મુન્દ્રા પોર્ટ પરથી કરોડોનું હેરોઇનનો જથ્થો ઝડપવામાં આવ્યો છે. આ હેરોઇન અંદાજીત 10,000 કરોડનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.  આ કેસમાં ડીઆરઆઈ વિભાગે ચેન્નઈથી એક દંપતીની ધરપકડ કરી હતી. આ આરોપી દંપત્તિના 10 દિવસના રિમાન્ડ ભુજ કોર્ટે મંજૂર કર્યા છે.  હવે આરોપીને સાથે લઈને ડીઆરઆઈ વિભાગ દિલ્હી અને વિજયવાળા તપાસ માટે જશે. આ આરોપીની પૂછપરછમાં અનેક ખુલાસા થવાની શકયતા જણાઈ રહી છે. ખૂબ જ ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. ડ્રગ્સનો જથ્થો કોણે મોકલ્યો હતો તેને લઈ વિગતવાર તપાસ થશે. 

તમને જણાવી દઈએ કે ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી એટીએસ અને કોસ્ટ ગાર્ડના સંયુકત ઓપરેશનમાં ભારતીય જળસીમાંથી ઘૂસાડવામાં આવતા કન્ટેનરમાંથી 3000 કિલો હેરોઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેની અંદાજીત કિંમત 10 હજાર કરોડ રૂપિયાથી વધારે છે. આ બંને કન્ટેનર અફઘાનિસ્તાન વાયા ઈરાનથી મુન્દ્રા પોર્ટ પર આવ્યા હતા. જેમાં જથ્થો મંગાવનાર બે ઇમ્પોર્ટરની ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે.

ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં ભારતીય જળ સીમામાંથી અજ્ઞાત બોટમાંથી રવિવારે 50 કિલો હેરોઇનનો જથ્થો મળ્યો હતો. જેની કિંમત આશરે 250 કરોડ હોવાની શક્યતા છે. તેમજ બોટમાંથી 7 ઈરાની નાગરિકો પણ ઝડપાયા છે. તેમજ મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ભારતમાં ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ થયો છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે ગુરુવારે કચ્છ જિલ્લાના જાખૌ કાંઠા પાસે આઠ પાકિસ્તાની નાગરિકો અને એક માછીમારી બોટને 30 કિલો હેરોઇન સાથે પકડ્યા હતા.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા

ગુજરાતમાં આજે કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 17 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,522 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. આજે 3,72,334 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 133 કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 129 નાગરિકો સ્ટેબલ છે. 8,15,522 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. જે સકારાત્મક બાબત કહી શકાય. અમદાવાદ કોર્પોરેશન 5, સુરત કોર્પોરેશન 3, વડોદરા કોર્પોરેશન 3, પોરબંદર 1, સુરત 1 અને વડોદરામાં 1 કેસ નોંધાયો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vapi News: વાપીના છીરી વિસ્તારમાં બાળકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યોRajkot Accident: રાજકોટમાં બેફામ કન્ટેનરનો કહેર યથાવત. આજી ડેમ ચોકડી નજીક વિદ્યાર્થિનીને અડફેટે લેતા મોતAhmedabad News | જમાલપુર કાચની મસ્જિદ વિવાદ, HCએ પિટિશનરની બાંધકામ તોડવા પર રોકની અરજી ફગાવીRajkot Accident: રાજકોટમાં ફરી એકવાર જોવા મળ્યો રફ્તારનો કહેર, સ્કૂલ બસે એક્ટિવા ચાલકને લીધો અડફેટે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Embed widget