શોધખોળ કરો
Advertisement
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો આ રહ્યા લેટેસ્ટ આંકડા
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના કયા વિસ્તારમાં કેટલા ઈંચ વરસાદ નોંધાયો તે આંકડા પર એક નજર કરીએ.....
ગાંધીનગર: છેલ્લા બે દિવસથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. બફારા વચ્ચે વરસાદ વરસતાં લોકોને હાથકારો અનુભવ્યો હતો જ્યારે ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના કયા વિસ્તારમાં કેટલા ઈંચ વરસાદ નોંધાયો તે આંકડા પર એક નજર કરીએ.....
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માળિયામાં નોંધાયો હતો. માળિયામાં 4.8 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ગીર સોમનાથના તાલાળામાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો.
છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ભારે વરસાદને કારણે નદી-નાળા અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતાં. ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા.
જૂનાગઢના માળિયામાં 4.8 ઈંચ
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 4 ઈંચ
ગીર સોમનાથના તાલાળામાં 3 ઈંચ
ગીર સોમનાથના કોડીનારમાં 2.5 ઈંચ
વલસાડમાં 2.5 ઈંચ
ગીર સોમનાથના વેરાવળમાં 2.5 ઈંચ
વલસાડના ઉમરગામમાં 2.3 ઈંચ
નવસારીના જલાલપોરમાં 2 ઈંચ
જામનગરના લાલપુરમાં 2 ઈંચ
દ્વારકામાં 2 ઈંચ
જામનગરના ધ્રોલ, જૂનાગઢના માંગરોળમાં 2 ઈંચ
જૂનાગઢના મેદરડામાં 1.8 ઈંચ
કચ્છના અબડાસામાં 1.8 ઈંચ
જામનગરના જામજોધપુર અને કાલાવડમાં 1.7 ઈંચ
ગીર સોમનાથના સૂત્રાપાડા, અમરેલીના જાફરાબાદ અને વાપીમાં 1.7 ઈંચ
ગુજરાતમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતના અમદાવાદ, ગાંધીનગરમાં આજે મુશળધાર વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion