Gujarat Rain: રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ગુજરાતના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હાલ તો રાજ્યમાં વરસાદી સિસ્ટમ નબળી પડી છે. હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવાની મધ્યમ વરસાદની આગાહી કરી છે.
અમદાવાદ: ગુજરાતના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હાલ તો રાજ્યમાં વરસાદી સિસ્ટમ નબળી પડી છે. હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવાની મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં છુટાછવાયા સ્થળો પર હળવો વરસાદ વરસી શકે છે. કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા આગામી 21 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.
સામાન્ય વરસાદની આગાહી
16થી 17 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં હળવા વરસાદની આગાહી છે. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે. 16 અને 17 સપ્ટેમ્બરના રોજ કચ્છ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદની શક્યતા છે.
દેશના અનેક રાજ્યમાં વરસાદની આગાહી
દેશના અલગ-અલગ ભાગોમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ વરસી રહ્યો છે. હાલના સમયમાં ચોમાસું નબળું પડવાનું શરૂ થયું છે. જો કે આ વખતે વરસાદની મોસમ લાંબી ચાલશે. આ જ કારણ છે કે ચોમાસાનો વરસાદ અટકવાના સંકેત દેખાઈ રહ્યા નથી. હવામાન વિભાગે દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે હવામાન વિભાગે બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના વ્યક્ત કરી છે, જેના કારણે આજે અને આવતીકાલે વિવિધ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઓડિશામાં ડીપ ડિપ્રેશનના કારણે ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે આજે છત્તીસગઢ અને બિહારમાં ભારે વરસાદની આશંકા છે. તેમજ હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે કે સોમવારે પૂર્વી મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને છત્તીસગઢના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. પૂર્વી ઉત્તર પ્રદેશ અને ગંગાના પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે રવિવારે જણાવ્યું હતું કે ગંગાના પશ્ચિમ બંગાળ અને તેની નજીકના બાંગ્લાદેશ પરનું ડીપ ડિપ્રેશન ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધ્યું છે અને આગામી 24 કલાકમાં તેની તીવ્રતા ધીમે ધીમે 'ડિપ્રેશન'માં નબળું પડશે.
ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ ?
હવામાન વિભાગની આગાહી મુજબ 16-18 સપ્ટેમ્બર દરમિયાન છત્તીસગઢમાં વિવિધ સ્થળોએ અને આવતીકાલે અને પૂર્વ મધ્ય પ્રદેશમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. ઉપરાંત, આજે ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશામાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે અને આવતીકાલે બિહારમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.