ગાંધીનગરઃ રાજ્યસભા ચૂંટણીમાં મતદાન પૂર્ણ,BTP મતદાનથી દૂર રહેતા ભાજપના ત્રણેય ઉમેદવારની જીત નક્કી
ભાજપ અને કોગ્રેંસે પોતાના તમામ ધારાસભ્યોને વ્હીપ આપી દીધો છે.
LIVE
Background
ગાંધીનગરઃ કોરોનાના ઘેરા સંકટ અને રાજકીય બદલાવ વચ્ચે ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી જીતવા છેલ્લી ઘડીના મરણિયા પ્રયાસો હાથ ધર્યા છે. ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીન માટે ઉજળા સંજોગો છે જયારે કોગ્રેસમાં ભરતસિંહ સોલંકી માટે જીત મેળવવાનો માર્ગ આસાન નથી.
4 બેઠકો માટે ભાજપના અભય ભારદ્વાજ રમીલા બારા અને નરહરિ અમીન મેદાને છે. જ્યારે કૉંગ્રેસ પાર્ટી દ્વારા ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલને મેદાને ઉતારવામાં આવ્યા છે.
ભાજપ અને કોગ્રેંસે પોતાના તમામ ધારાસભ્યોને વ્હીપ આપી દીધો છે. જો કે ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસે વ્હીપ આપ્યો હોવા છતા ૮ ધારાસભ્યોએ ભાજપના ઉમેદવારની તરફેણમાં મતદાન કર્યુ હતુ. આ વખતે પણ બન્ને પક્ષને ક્રોસ વોટીંગનો ભય સતાવી રહ્યો છે.
આજે યોજાનાર રાજ્યસભાની ચૂંટણીમાં સવારે 9 કલાકે મતદાન શરૂ થશે. મતદાન પહેલા એન્ટ્રી સ્થળ પર તમામ લોકોનું હેલ્થ ચેકિંગ કરવામાં આવશે. આ માટે આરોગ્યની ટિમ સ્થલ પર હાજર રહેશે. તમામ લોકોનું સ્ક્રીનીંગ થયા બાદ જ એન્ટ્રી મળશે.