શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ શહેરમાં વહેલી સવારથી જ પાન-મસાલા લેવા દુકાનોની બહાર લેવા લોકોની પડાપડી, જુઓ તસવીરો
સમગ્ર ગુજરાતમાં કોરોનાને ફેલાતો રોકવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું જોકે લોકડાઉનમાં ગુજરાત સરકારે છૂટછાટ આપી છે. લોકડાઉનમાં છૂટછાટ મળતાની સાથે લોકો ઘરોની બહાર ખરીદી કરવા ઉમટી પડ્યાં હતા
સમગ્ર ગુજરાતમાં કોરોનાને ફેલાતો રોકવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું જોકે લોકડાઉનમાં ગુજરાત સરકારે છૂટછાટ આપી છે. લોકડાઉનમાં છૂટછાટ મળતાની સાથે લોકો ઘરોની બહાર ખરીદી કરવા ઉમટી પડ્યાં હતા ત્યારે માવાના બંધાણીએ પાનની દુકાનો પર પડાપડી કરતાં દ્રશ્યો સામે આવ્યા હતાં જેમાં છોટાઉદેપુરના નસવાડીમાં ગુટખા લેવા લાંબા લાઈનો જોવા મળી હતી તે દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતાં.
છોટાઉદેપુરના નસવાડીમાં વેહલી સવારથી પાન-મસાલા અને ગુટખા લેવા લોકોએ પડાપડી કરી હતી જેના દ્રશ્યો સામે આવ્યા છે. મોટી સંખ્યામાં લોકો પાન-મસાલા લેવા માટે લાઈનો લગાવી હતી તે દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતાં. પાન પાર્લરની દુકાનો બહાર લાઈનો લાગી તેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
પાન-મસાલા લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં વેપારીએ દુકાનનું શટર બંધ કરી દેવાની ફરજ પડી હતી. દુકાનનું શટર બંધ કરવા છતાં દુકાનની બહાર લોકોના ટોળેટોળાં જોવા મળ્યા હતા. વહેલી સવારથી જ વિમલ લેવા માટે લોકોએ પડાપડી કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion