શોધખોળ કરો
Advertisement
ખેડૂતોની વહારે આવ્યા ડીજે વાળા સેંધાભાઈ, તીડ ભગાડવા 4 દિવસથી મફતમાં વગાડે છે DJ
તીડના આક્રમણના કારણે ખેતરોમાં કરેલા વાવેતરને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. તીડ નિયંત્રણ માટે ડી જે વાલા સેંધાભાઈ ચૌહાણ ખેડૂતોના હામી બન્યા છે.
બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી તીડના આતંકથી સ્થાનિકો અને ખાસ કરીને ખેડૂતોની હાલાકી વધી છે. તીડના આક્રમણના કારણે ખેતરોમાં કરેલા વાવેતરને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. તીડ નિયંત્રણ માટે ડી જે વાલા સેંધાભાઈ ચૌહાણ ખેડૂતોના હામી બન્યા છે.
તીડ નિયંત્રણ માટે સરકાર અને ખેડૂતોની મદદ માટે ડી જે વાલા સેંધાભાઈ ચૌહાણ વગર પૈસે છેલ્લા 4 દિવસથી તીડ ગ્રસ્ત વિસ્તારોનાં ગામે-ગામ ડીજે સિસ્ટમ ફેરવી રહ્યાં છે. રાત- દિવસ છેલ્લા 4 દિવસથી તીડ ગ્રસ્ત ગામોમા સેંધાભાઈ ડીજે ફેરવે છે. સેંધાભાઈ પોતાના પોતાના ખર્ચે ખેડૂતો ને મદદરૂપ બની રહ્યાં છે.
ડીજેના અવાજના કારણે તીડ ભાગે છે. મારા ડીજેથી ખેડૂતો ને મદદ કરવાનો મારો આશ્રય છે. ઉલ્લેખનીય છે કે તીડના આક્રમણના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement