(Source: ECI/ABP News/ABP Majha)
LokSabha: ગુજરાતમાં આ 10 નેતાઓ કરશે કોંગ્રેસનો પુરજોશમાં પ્રચાર, કોંગ્રેસે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી
આગામી દિવસોમાં ગુજરાતમાં લોકસભા માટે મતદાન યોજાશે, આ પહેલા રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ સાથે આપ પ્રચારમાં જોડાયુ છે
Lok Sabha Election 2024: આગામી 7મી મેના દિવસે ગુજરાતમાં એક જ તબક્કામાં તમામ 26 લોકસભા બેઠકો પર મતદાન યોજાશે, ભાજપે પહેલાથી જ રાજ્યમાં પુરજોશમાં પ્રચાર શરૂ કરી દીધો છે, હવે કોંગ્રેસે પણ મેદાનમાં આવવાની શરૂઆત કરી દીધી છે. તાજેતરમાં જ કોંગ્રેસે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે, જેમાં ગુજરાતના 10થી વધુ નેતાઓને સ્થાન આપવામાં આવ્યુ છે. જુઓ અહીં યાદી....
આગામી દિવસોમાં ગુજરાતમાં લોકસભા માટે મતદાન યોજાશે, આ પહેલા રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ સાથે આપ પ્રચારમાં જોડાયુ છે. રાજ્યની તમામ 26 બેઠકો પર તમામ પક્ષોના કાર્યકરો અને નેતાઓ પ્રચાર કરી રહ્યાં છે. ગઇકાલે ચૂંટણી પંચની ડેડલાઇન પ્રમાણે, ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી, આ પછી હવે કોંગ્રેસે પોતાના સ્ટાર ઇલેક્શન કેમ્પેઇનર અને સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે, આ લિસ્ટમાં કોંગ્રેસી ગુજરાતી નેતાઓને પણ સ્થાન આપ્યુ છે. ગુજરાત લોકસભા બેઠકો પર પ્રચાર કરવા માટે કોંગ્રેસની સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરાઇ છે.
આ યાદી પ્રમાણે, ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, પાર્ટી ચેરપર્સન સોનિયા ગાંધી સ્ટાર પ્રચારક છે. આ ઉપરાંત આ લિસ્ટમાં રાહુલ ગાંધી, મુકુલ વાસનિક કોંગ્રેસના સ્ટાર પ્રચારક બન્યા છે. પ્રિયંકા ગાંધી વાડ્રા, અશોક ગેહલોત, સચિન પાયલટ સામેલ છે. કોંગ્રેસના ગુજરાતી નેતાઓમાં મુમતાઝ પટેલ, રઘુ દેસાઈ, ઈન્દ્રનિલ રાજ્યગુરૂ, ભરતસિંહ સોલંકી, કદીર પિરઝાદા, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, જગદીશ ઠાકોર, અમીબેન યાજ્ઞિક, લલિત કગથરા, જિજ્ઞેશ મેવાણી અને ગ્યાસુદ્દીન શેખને કોંગ્રેસના સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે.