LokSabha: ગુજરાતની આ બેઠક પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર આવ્યા એક મંચ પર, જાણો શું છે ઘટના
રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો આમને સામને આવ્યા છે, આરોપ પ્રત્યારોપનો વરસાદ થઇ રહ્યો છે
Lok Sabha Election 2024: ગુજરાતમાં ચૂંટણી જંગ જામ્યો છે, ઠેર ઠેર તમામ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ આમને સામને પ્રચાર કરી રહ્યું છે. ત્યારે ગુજરાતની જુનાગઢ બેઠક પર એક નવું જ ચિત્ર જોવા મળ્યુ છે, અહીં ખરેખરમાં સાચી લોકશાહીના દર્શના થતા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. અહીં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આમને સામને આવવાને બદલે સાથે આવ્યા છે. બન્ને ઉમેદવારો એક મંચ પર જોવા મળ્યા છે, ખરેખરમાં આ દ્રશ્ય એક ભાગવત સપ્તાહના આયોજન દરમિયાન જોવા મળ્યુ હતુ.
રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો આમને સામને આવ્યા છે, આરોપ પ્રત્યારોપનો વરસાદ થઇ રહ્યો છે, ત્યારે જુનાગઢમાં ભાજપ-કોંગ્રેસ ઉમેદવાર એક મંચ પર એકસાથે દેખાતા લોકો ચોંક્યા હતા. અહીં ભાજપના રાજેશ ચુડાસમા અને કોંગ્રેસના હીરા જોટવા એક મંચ પર આવ્યા હતા. અહીં ચાલી રહેલા એક ભાગવત સપ્તાહમાં ભાજપ-કોંગ્રેસના બન્ને ઉમેદવાર એક સાથે દેખાયા હતા, કેમ કે કથાના આયોજકોએ બન્ને ઉમેદવારને આમંત્રણ આપ્યુ હતુ. આ દ્રશ્ય જોઇને કહેવા લાગ્યા હતા કે અહીં સાચી લોકશાહીના દર્શન થઇ રહ્યા છે.
આ શ્રીમદ દેવી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ જુનાગઢના રામપરા ખાતે યોજાઇ રહ્યો હતો. ખાસ વાત છે કે, કથાના આયોજકો દ્વારા બન્ને પક્ષના ઉમેદવારોને આમંત્રણ અપાયુ હતુ, જેનુ માન રાખીને બન્ને ઉમેદવારો આ દરમિયાન ઉપસ્થિત રહ્યાં હતા.
ખાસ વાત છે કે, અગાઉ બે દિવસ પહેલા પાણીધ્રામાં મોગલ ધામ ખાતે ચૈત્રી નવરાત્રીની ઉજવણીમાં પણ આ બંને નેતાઓ એક કાર્યક્રમમાં સાથે જોવા મળ્યા હતા. પ્રથમ નોરતે કિર્તીદાન ગઢવી ડાયરામાં સુર રેલાવી રહ્યા હતા ત્યારે આ બંને ઉમેદવાર પર ચલણી નોટોનો વરસાદ પણ થયો હતો, અને બન્ને ઉમેદવારોએ એકબીજાને હાથ પણ મિલાવ્યો હતો. સોશ્યલ મીડિયામાં ભાજપ-કોગ્રેસના ઉમેદવારોના આ ફોટો અને વીડિયો ખુબજ વાઇરલ થઇ રહ્યાં છે.
વિવાદોની વચ્ચે રાજકોટમાં પીએમ મોદી આ તારીખે કરશે જાહેરસભા, જાણો પીએમ મોદીના ગુજરાત પ્રવાસની ડિટેલ્સ
ગુજરાતમાં આ લોકસભાની જબરદસ્ત તૈયારીઓ ચાલી રહી છે, ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી મેદાનમાં છે. ભાજપ ફરી એકવાર રાજ્યની તમામ 26 બેઠકો જીતવા માટે મેદાનમાં ઉતર્યુ છે, તો કોંગ્રેસ ભાજપને ટક્કર આપવા પ્રયાસ કરી રહ્યું છે. ગુજરાતમાં અત્યારે રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સંગઠનો રૂપાલાની રાજકોટથી ટિકીટને રદ્દ કરવા માટે માંગ કરી રહ્યાં છે. ત્યારે હવે ખુદ પીએ મોદી રાજકોટમાં સભાને સંબોધિત કરવા ગુજરાત આવી રહ્યાં છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસની ડિટેલ્સ સામે આવી છે. જુઓ.....
ગુજરાતમાં ક્ષત્રિય અને રૂપાલા વિવાદની વચ્ચે આગામી દિવસોમાં ગુજરાતમાં પીએમ મોદી પ્રવાસ કરશે. લોકસભાની ચૂંટણી માટે પીએમ મોદી ગુજરાતમાં ચાર ઝૉનમાં છ જનસભાને સંબોધશે. માહિતી પ્રમાણે, પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં આગામી સમયમાં લોકસભામાં ભાજપ માટે પ્રચંડ પ્રચાર કરશે. 19 એપ્રિલ પછી પ્રધાનમંત્રીનો ગુજરાત પ્રવાસ છે, તે અનુસાર, રાજ્યમાં કુલ 4 ઝોનમાં 6 જાહેરસભાને પ્રધાનમંત્રી સંબોધિત કરશે. જેમાં 22 એપ્રિલે રાજકોટમાં પીએમ મોદીની એક જંગી જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યુ છે. જાહેરસભાની સાથે પ્રધાનમંત્રીના રૉડશૉનું પણ આયોજન કરાયુ છે. સુત્રો અનુસાર, પીએમ મોદી ગુજરાતમાં એક દિવસમાં બે સભાને સંબોધન કરી શકે છે.