શોધખોળ કરો

LokSabha: ગુજરાતમાં કોંગ્રેસનો આ તારીખથી પ્રચંડ પ્રચાર શરૂ, રાહુલ-પ્રિયંકાથી લઇને દિગ્ગજો આવશે ગુજરાત

ગુજરાતમાં ભાજપ તમામ 26 બેઠકો પર જીત મેળવવાનો પહેલાથી જ દાવો કરી રહ્યું છે

Lok Sabha Election 2024: ગુજરાતમાં લોકસભાનો ચૂંટણી પ્રચાર ચરમ પર છે, ઠેર ઠેર તમામ પક્ષો પોતાના પક્ષનો પુરજોશમાં પ્રચાર કરી રહ્યાં છે. ગુજરાતમાં આગામી મહિને 4 મેએ એક જ તબક્કામાં તમામ 26 બેઠકો પર મતદાન યોજાશે, આ પહેલા કોંગ્રેસ ભાજપને હરાવવા નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે. તાજા અપડેટ પ્રમાણે, ગુજરાતમાં આગામી 27મી એપ્રિલથી કોંગ્રેસ પ્રચંડ પ્રચાર કરશે, રાહુલ ગાંધીથી લઇને પ્રિયંકા ગાંધી સહિત અનેક મોટા નેતાઓ ગુજરાતમાં આવશે. 

ગુજરાતમાં ભાજપ તમામ 26 બેઠકો પર જીત મેળવવાનો પહેલાથી જ દાવો કરી રહ્યું છે. આગામી લોકસભા ચૂંટણીમાં 2014 અને 2019માં ભાજપે અહીં એકતરફી જીત સાથે તમામ 26 બેઠકો પર કબજો જમાવ્યો હતો, હવે આ સિલસિલાને તોડવા માટે અને જીતનું ખાતુ ખોલાવવા કોંગ્રેસ નવી રણનીતિ સાથે આગામી 27મી એપ્રિલથી પ્રચંડ પ્રચારની શરૂઆત કરશે. 

મળતી માહિતી પ્રમાણે, આગામી 27 એપ્રિલથી ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચંડ પ્રચાર શરૂ થશે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં ઝંઝાવતી પ્રચાર કરશે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુજરાતમાં ઠેર ઠેર ચૂંટણી સભાઓ ગજવશે. રાહુલ ગાંધી ગુજરાતમાં ચાર જેટલી સભાઓ ગજવશે, જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય અથવા દક્ષિણ ગુજરાતમાં સભાઓ કરશે. આ ઉપરાંત પ્રિયંકા ગાંધી પણ ગુજરાતમાં બે કે ચાર સભાઓ કરે તેવું આયોજન કરવામાં આવ્યુ છે. પ્રિયંકા ગાંધી રાજ્યમાં વલસાડ, દમણ, બનાસકાંઠામાં સભા કરી શકે છે. કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે પણ ગુજરાતમાં પ્રચાર કરશે. અશોક ગેહલોત, સચીન પાયલટ, ભૂપેશ બઘેલ જેવા દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ પણ ગુજરાતમાં પ્રચારમાં જોડાશે. જયરામ રમેશ, ઈમરાન પ્રતાપગઢી, પવન ખેડા પણ ગુજરાત આવશે. મલ્લિકાર્જૂન ખડગે ગુજરાતમાં ચાર દિવસ પ્રચંડ પ્રચાર કરશે. આ ઉપરાંત કોંગ્રેસના અન્ય દિગ્ગજ નેતાઓ મહાનગરોમાં મીડિયાને સંબોધશે.

ગુજરાતમાં આ 10 નેતાઓ કરશે કોંગ્રેસનો પુરજોશમાં પ્રચાર, કોંગ્રેસે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી

આગામી 7મી મેના દિવસે ગુજરાતમાં એક જ તબક્કામાં તમામ 26 લોકસભા બેઠકો પર મતદાન યોજાશે, ભાજપે પહેલાથી જ રાજ્યમાં પુરજોશમાં પ્રચાર શરૂ કરી દીધો છે, હવે કોંગ્રેસે પણ મેદાનમાં આવવાની શરૂઆત કરી દીધી છે. તાજેતરમાં જ કોંગ્રેસે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે, જેમાં ગુજરાતના 10થી વધુ નેતાઓને સ્થાન આપવામાં આવ્યુ છે. જુઓ અહીં યાદી....

આગામી દિવસોમાં ગુજરાતમાં લોકસભા માટે મતદાન યોજાશે, આ પહેલા રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ સાથે આપ પ્રચારમાં જોડાયુ છે. રાજ્યની તમામ 26 બેઠકો પર તમામ પક્ષોના કાર્યકરો અને નેતાઓ પ્રચાર કરી રહ્યાં છે. ગઇકાલે ચૂંટણી પંચની ડેડલાઇન પ્રમાણે, ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી, આ પછી હવે કોંગ્રેસે  પોતાના સ્ટાર ઇલેક્શન કેમ્પેઇનર અને સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે, આ લિસ્ટમાં કોંગ્રેસી ગુજરાતી નેતાઓને પણ સ્થાન આપ્યુ છે. ગુજરાત લોકસભા બેઠકો પર પ્રચાર કરવા માટે કોંગ્રેસની સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરાઇ છે.

આ યાદી પ્રમાણે, ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, પાર્ટી ચેરપર્સન સોનિયા ગાંધી સ્ટાર પ્રચારક છે. આ ઉપરાંત આ લિસ્ટમાં રાહુલ ગાંધી, મુકુલ વાસનિક કોંગ્રેસના સ્ટાર પ્રચારક બન્યા છે. પ્રિયંકા ગાંધી વાડ્રા, અશોક ગેહલોત, સચિન પાયલટ સામેલ છે. કોંગ્રેસના ગુજરાતી નેતાઓમાં મુમતાઝ પટેલ, રઘુ દેસાઈ, ઈન્દ્રનિલ રાજ્યગુરૂ, ભરતસિંહ સોલંકી, કદીર પિરઝાદા, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, જગદીશ ઠાકોર, અમીબેન યાજ્ઞિક, લલિત કગથરા, જિજ્ઞેશ મેવાણી અને ગ્યાસુદ્દીન શેખને કોંગ્રેસના સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
IND vs SA 2nd T20 Live Score: દક્ષિણ આફ્રિકાએ ભારતને 214 રનનો લક્ષ્યાંક આપ્યો, ડી કોકની શાનદાર ઈનિંગ
IND vs SA 2nd T20 Live Score: દક્ષિણ આફ્રિકાએ ભારતને 214 રનનો લક્ષ્યાંક આપ્યો, ડી કોકની શાનદાર ઈનિંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીન દબાવનાર ખેલાડીઓ કોણ?
Ganesh Jadeja Narco Test : 15મી ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાશે
SIR News : ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની કામગીરી માટેની સમય મર્યાદમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
IND vs SA 2nd T20 Live Score: દક્ષિણ આફ્રિકાએ ભારતને 214 રનનો લક્ષ્યાંક આપ્યો, ડી કોકની શાનદાર ઈનિંગ
IND vs SA 2nd T20 Live Score: દક્ષિણ આફ્રિકાએ ભારતને 214 રનનો લક્ષ્યાંક આપ્યો, ડી કોકની શાનદાર ઈનિંગ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
Embed widget