શોધખોળ કરો

LokSabha: ચૂંટણી પ્રચારમાં 'હિન્દુત્વ'ના મુદ્દાની એન્ટ્રી, 'બહેન-દીકરીઓને સલામત રાખવા ભાજપને મત આપો'- ભાજપ નેતા

બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે, એકબાજુ ભાજપના ડૉ. રેખાબેન ચૌધરી છે, તો સામે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર છે

Lok Sabha Election 2024: રાજ્યમાં ચૂટણીનો માહોલ બરાબર જામ્યો છે, ચૂંટણી પ્રચારમાં ભાજપ અને કોંગ્રેસ જુદાજુદા મુદ્દાઓ પર પ્રચાર કરી રહ્યાં છે. અવનવા શબ્દો પ્રચારમાં સામે આવ્યા છે. આ પહેલા બનાસકાંઠા બેઠક પર મામેરું જેવા શબ્દો પ્રચારમા આવ્યા છે. હવે આ બેઠક પર ભાજપના નેતાએ પ્રચારમાં 'હિન્દુત્વ'ના મુદ્દાની એન્ટ્રી કરાવી દીધી છે. ડિસા પૂર્વ ધારસભ્યએ પ્રચારસભા દરમિયાન 'હિન્દુત્વ'નો રાગ આલાપ્યો છે, તેમને કહ્યું કે, માં-બહેન-દીકરીઓની સુરક્ષા માટે ભાજપને મત આપવો જોઇએ.

બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે, એકબાજુ ભાજપના ડૉ. રેખાબેન ચૌધરી છે, તો સામે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર છે. આ બેઠક પર બન્ને પક્ષોએ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ગેનીબેન ઠાકોર બેઠક પર ઠેર ઠેર જોરદાર પ્રચાર કરી રહ્યા છે. હવે આ પ્રચારમાં ભાજપ પણ જોર લગાવી રહ્યું છે. તાજેતરમાં જ ભાજપે ફરી એકવાર 'હિન્દુત્વ'નો રાગ આલાપ્યો છે. ડિસાના પૂર્વ ધારાસભ્યએ પ્રચારમાં સુરક્ષાની સાથે હિન્દુત્વને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય શશીકાન્ત પંડ્યાએ એક સભા દરમિયાન 'હિન્દુત્વ'ના નામે મત માગ્યા છે, તેમને લોકોને કહ્યું કે, જો માં-બહેન-દીકરીઓની સુરક્ષા કરવી હોય તો ભાજપને મત આપવો જોઇએ. બહેન-દીકરીને સલામત રાખવા ભાજપને મત આપો. તેમને વધુમાં કહ્યું કે, કોંગ્રેસને હિન્દુઓના મતની જરૂર નથી. આ સાથે જ તેમને કોંગ્રેસ માટે આલિયા-માલિયા-જમાલિયા જેવા શબ્દો પણ વાપર્યા હતા.

ગેનીબેનનો પ્રચંડ પ્રચાર -

રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત જંગ જામ્યો છે, લોકસભાની ચૂંટણીને લઇને તમામ પક્ષો ચૂંટણી પ્રચારમાં છે, ત્યારે રાજ્યમાં સૌથી મોટો જંગ બનાસકાંઠા બેઠક પર લડાઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અહીં ભાજપ અને કોંગ્રેસના બન્ને મહિલા ઉમેદવારો આમને સામને છે. ભાજપે રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે, તો કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર હાલમાં જ આક્રમક અંદાજમાં ભાજપ અને પોલીસ તંત્ર પર ત્રાટક્યા છે. ગેનીબેને ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, ચૂંટણી સમયે જ પોલીસ કાર્યવાહી કરી છે અને ઠાકોર સમાજને દબાવે છે. 

હાલમાં જ પોલીસે બનાસકાંઠા જિલ્લામાં પોલીસ પર પ્રહાર કર્યા છે. ગેનીબેને કહ્યું કે, ચૂંટણી સમયે જ પોલીસ ઠાકોર સમાજને દબાવે છે. બે વર્ષ જુના કેસમાં અઠવાડિયા પહેલા પોલીસે કાર્યવાહી કરી છે. શું પોલીસને બે વર્ષ સુધી કાર્યવાહીનો સમય ના મળ્યો. આ સાથે ગેનીબેને ડેરીના રૂપિયાનો ઉપયોગ ચૂંટણીમાં થતો હોવાનો પણ આરોપ લગાવ્યો છે. 

બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોર ખુબ આક્રમક અંદાજમાં પ્રચાર કરી રહ્યાં છે. ભાજપના રેખાબેન ચૌધરી અને ભાજપને તમામ સભાઓમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર આડેહાથે લઇ રહ્યાં છે. હાલમાં જ ગેનીબેને મોટો આરોપ લગાવ્યો છે. તેમને ફરી એકવાર પોલીસ ઉપર આક્ષેપો કર્યા છે. ગેનીબેને આરોપ લગાવતા કહ્યું કે, ચૂંટણી ટાણે જ પોલીસ ઠાકોર સમાજને દબાવવા માંગે છે. કદાચ ગુલાબભાઈ અને ઠાકરશીભાઈનો હવે વારો આવશે, હું તો કહું છું કે બધા વતી મારો વારો લાવો ને. હાલમાંજ બનાસકાંઠામાં પોલીસે બે વર્ષ જુના એક કેસમાં અઠવાડિયા પહેલા જ કાર્યવાહી કરી છે. જેના પર ગેનીબેને કહ્યું કે, પોલીસને બે વર્ષ સુધી શું કાર્યવાહી કરવાનો સમય ન હતો મળ્યો. ચૂંટણી ટાણે જ ઠાકોર સમાજને પોલીસ દબાવે છે. ગેનીબેને આ દરમિયાન ડેરીના પૈસા ચૂંટણીના સંમેલન થતા હોવાના પણ આરોપા લગાવ્યા છે.

કોણ છે ‘મહિલા દબંગ નેતા’ ગેનીબેન ઠાકોર? (Female Dabangg Leader Ganiben Thakor?)

ગેની ઠાકોર જેમનું પૂરું નામ ગેનીબેન નાગાજી ઠાકોર છે, તેઓ એક કોંગ્રેસ પક્ષના મહિલા રાજકારણી છે જે ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના ધારાસભ્ય છે. ગેનીબેને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ભારતીય જનતા પાર્ટીના શંકર ચૌધરી સામે વિજય મેળવ્યો હતો. ગેનીબેને વાવ મત વિસ્તારમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6655 મતની સરસાઈ સાથે જીત મેળવી હતી. ગેની બેનને અખબારી સ્રોતો દ્વારા અલ્પેશ ઠાકોરના નજીકના માનવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Budget અગાઉ ગેસ સિલિન્ડર પર લોકોને રાહત, જાણો કેટલી થઇ LPGની કિંમત
Budget અગાઉ ગેસ સિલિન્ડર પર લોકોને રાહત, જાણો કેટલી થઇ LPGની કિંમત
Plane Crashes: અમેરિકામાં વધુ એક પ્લેન ક્રેશ, અનેક ઘરોમાં લાગી આગ,6 લોકોના મોત, જુઓ ખોફનાક વીડિયો
Plane Crashes: અમેરિકામાં વધુ એક પ્લેન ક્રેશ, અનેક ઘરોમાં લાગી આગ,6 લોકોના મોત, જુઓ ખોફનાક વીડિયો
કર્મચારીઓની મળી મોટી રાહત, હવે સારવાર માટે જરૂરી ઉપકરણોની મંજૂરી મેળવવામાં નહી થાય વિલંબ
કર્મચારીઓની મળી મોટી રાહત, હવે સારવાર માટે જરૂરી ઉપકરણોની મંજૂરી મેળવવામાં નહી થાય વિલંબ
Budget 2025:  મોદી 3.0નું પહેલું સંપૂર્ણ બજેટ, નિર્મલા સીતારમણ સતત 8મી વખત બજેટ રજૂ કરી બનાવશે રકોર્ડ
Budget 2025: મોદી 3.0નું પહેલું સંપૂર્ણ બજેટ, નિર્મલા સીતારમણ સતત 8મી વખત બજેટ રજૂ કરી બનાવશે રકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બુલડોઝર પર બબાલ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને ડામ કેમ ?Mega Demolition Drive: દ્વારકા અને જામનગરમાં ચાલી રહેલ ડિમોલિશન મુદ્દે રેન્જ IGની પ્રેસ કોન્ફરન્સPM Modi: કોંગ્રેસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું કર્યું અપમાન: પ્રધાનમંત્રી મોદીના સોનિયા ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Budget અગાઉ ગેસ સિલિન્ડર પર લોકોને રાહત, જાણો કેટલી થઇ LPGની કિંમત
Budget અગાઉ ગેસ સિલિન્ડર પર લોકોને રાહત, જાણો કેટલી થઇ LPGની કિંમત
Plane Crashes: અમેરિકામાં વધુ એક પ્લેન ક્રેશ, અનેક ઘરોમાં લાગી આગ,6 લોકોના મોત, જુઓ ખોફનાક વીડિયો
Plane Crashes: અમેરિકામાં વધુ એક પ્લેન ક્રેશ, અનેક ઘરોમાં લાગી આગ,6 લોકોના મોત, જુઓ ખોફનાક વીડિયો
કર્મચારીઓની મળી મોટી રાહત, હવે સારવાર માટે જરૂરી ઉપકરણોની મંજૂરી મેળવવામાં નહી થાય વિલંબ
કર્મચારીઓની મળી મોટી રાહત, હવે સારવાર માટે જરૂરી ઉપકરણોની મંજૂરી મેળવવામાં નહી થાય વિલંબ
Budget 2025:  મોદી 3.0નું પહેલું સંપૂર્ણ બજેટ, નિર્મલા સીતારમણ સતત 8મી વખત બજેટ રજૂ કરી બનાવશે રકોર્ડ
Budget 2025: મોદી 3.0નું પહેલું સંપૂર્ણ બજેટ, નિર્મલા સીતારમણ સતત 8મી વખત બજેટ રજૂ કરી બનાવશે રકોર્ડ
Budget Expectations 2025: આજે કોને શું મળવાવી આશા, વાંચો સરકાર પાસે અલગ-અલગ સેક્ટરની શું છે ડિમાન્ડ ?
Budget Expectations 2025: આજે કોને શું મળવાવી આશા, વાંચો સરકાર પાસે અલગ-અલગ સેક્ટરની શું છે ડિમાન્ડ ?
Budget 2025: આજના બજેટમાં મોદી સરકાર માઇક્રો ફાઇનાન્સ કંપનીઓને શું આપી શકે છે, શું છે આશા ?
Budget 2025: આજના બજેટમાં મોદી સરકાર માઇક્રો ફાઇનાન્સ કંપનીઓને શું આપી શકે છે, શું છે આશા ?
Budget 2025: બજેટમાં મધ્યમ વર્ગને મળશે મોટી કર રાહત! PM મોદીએ એવું શું કહ્યું કે, બધે થવા લાગી ચર્ચા?
Budget 2025: બજેટમાં મધ્યમ વર્ગને મળશે મોટી કર રાહત! PM મોદીએ એવું શું કહ્યું કે, બધે થવા લાગી ચર્ચા?
PM Kisan Samman Yojana: આજના બજેટમાં મળશે ખેડૂતોને મોટી ગિફ્ટ ?, વાર્ષિક 6000ને બદલે 12000 કરવાની ભલામણ
PM Kisan Samman Yojana: આજના બજેટમાં મળશે ખેડૂતોને મોટી ગિફ્ટ ?, વાર્ષિક 6000ને બદલે 12000 કરવાની ભલામણ
Embed widget