શોધખોળ કરો

Lok Sabha: જુનાગઢમાં રાજેશ ચૂડાસમા કપાશે ? ભાજપ આ મહિલા ઉમેદવારને ઉતારશે મેદાનમાં, નામ લગભગ નક્કી

આજે લોકસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જુનાગઢની લોકસભા બેઠક પરથી વર્તમાન સાંસદનું પત્તુ કપાવાનું લગભગ નક્કી છે

Lok Sabha Election 2024: ગુજરાત ભાજપ તમામ 26 બેઠકો જીતવાની નેમ લઇને ચૂંટણી લડી રહ્યું છે. ગઇકાલે બે ઉમેદવારોએ અચાનક લોકસભાની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી, આ સાથે જ હવે ભાજપ રાજ્યમાં 6 બેઠકો માટે મંથન કરી રહ્યું છે. ગઇકાલે દિલ્હીમા ભાજપની કેન્દ્રિય સમિતીની બેઠક મળી હતી, આ બેઠકમાં અન્ય રાજ્યોના ઉમેદવારોની સાથે ગુજરાતના 6 ઉમેદવારો પણ નક્કી થયાની વાત સામે આવી છે. સુત્રો અનુસાર, ગુજરાતમાં જુનાગઢ બેઠક પરથી ચાલુ સાંસદને હટાવવામાં આવી શકે છે અને તેની જગ્યાએ પાર્ટી નવા મહિલા ચહેરાને મુકી શકે છે. 

આજે લોકસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જુનાગઢની લોકસભા બેઠક પરથી વર્તમાન સાંસદનું પત્તુ કપાવાનું લગભગ નક્કી છે. સુત્રો અનુસાર, જુનાગઢ બેઠક પર ભાજપ આ વખતે સાંસદ રાજેશ ચૂડાસમાને રિપીટ કરવાના મૂડમાં નથી, રાજેશ ચૂડાસમાને હટાવવામાં આવી શકે છે. માહિતી છે કે, જુનાગઢ બેઠક પરથી ભાજપ મહિલા ઉમેદવારને ઉતારી શકે છે, જુનાગઢથી ભાજપ ગીતાબેન માલમને ટિકિટ આપી શકે છે. જુનાગઢથી ગીતાબેન માલમ ઉમેદવારી કરી શકે છે. ગીતાબેન માલમ પૂર્વ મેયર પણ રહી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ ગુજરાતની બાકીની 3 બેઠક સાથે જુનાગઢથી ગીતાબેનની ઉમેદવારી જાહેર કરી શકે છે.

ભાજપ વધુ બે બેઠકો પર ઉમેદવારો બદલશે ? વડોદરા-સાબરકાંઠા બાદ ચર્ચા

ગુજરાતમાં ભાજપ પક્ષ પોતાની તમામ બેઠકો માટે ઉમેદવારો નક્કી કરે તે પહેલા આજે સવારે ડબલ ટ્વીસ્ટ્સ આવ્યુ છે. રાજ્યમાં બે વિવાદિત બેઠકો - વડોદરા અને સાબરકાંઠા પરના ઉમેદવારોએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. વડોદરા લોકસભા બેઠક પરથી રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોર સોશ્યલ મીડિયા પૉસ્ટ શેર કરીને ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો છે.

ગુજરાત ભાજપમાં અત્યારે ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઇ છે, આજે સવારે ભાજપના વડોદરા બેઠક અને સાબરકાંઠા બેઠક પરથી ઉમેદવારોએ ના પાડી દીધી છે. સોશ્યલ મીડિયા પૉસ્ટ દ્વારા ના પાડ્યા બાદ હવે રાજ્યમાં ભાજપના વધુ બે ઉમેદવારો પણ લાઇનમાં હોવાની ચર્ચાઓ છે. હાલમાં રાજકીય વર્તુળો અને લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે કે, ગુજરાતમાં વધુ બે ઉમેદવારો ભાજપ બદલી શકે છે. ચર્ચા છે કે, બનાસકાંઠા અને આણંદના ઉમેદવારો ભાજપ બદલી શકે છે. 

ભાજપે બનાસકાંઠા લોકસભા બેઠક પથી ડૉ.રેખાબેન ચૌધરી અને આણંદ બેઠક પરથી મિતેશ પટેલ લોકસભાની ટિકીટ આપી છે. જોકે, સુત્રો અનુસાર, બન્ને ઉમેદવારો કોંગ્રેસ સામે નબળા સાબિત થઇ શકે છે, કેમ કે બનાસકાંઠામાં કોંગ્રેસે દમદાર નેતા ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે, તો વળી, આણંદ બેઠક પરથી કોંગ્રેસે દિગ્ગજ નેતા અમિત ચાવડાને ટિકીટ આપી છે. આ બન્ને નેતાઓ સામે ભાજપના ઉમેદવારો નબળા પડી રહ્યાં હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. 

આણંદ બેઠક - કોણ છે મિતેષ પટેલ ? 
આણંદ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ સાંસદ મિતેષ પટેલ પર પુનઃ વિશ્વાસ મૂકીને આગામી લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. મિતેશભાઈ પટેલ કે જેઓ “બકાભાઈ” ના હુલામણા નામથી ઓળખાય છે, તેમનો જન્મ 27 મી ઓગસ્ટ, 1965ના રોજ આણંદ જિલ્લાના સારસા ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેઓએ બોર્ડ ઓફ ટેકનિકલ એક્ઝામિનેશન, કર્ણાટકમાંથી ટેલિકોમ એન્જિનીયરિંગ (ઈલેક્ટ્રોનિક્સ અને ટી.સી.) માં ડિપ્લોમા કર્યું છે. તેઓ નાનપણથી જ ભાજપ સાથે જોડાયાં હતાં અને રાજકારણમાં સતત સક્રિય છે. આગવી રાજકીય સુઝબુઝ ધરાવતાં મિતેશભાઈ ઉપર ગત ટર્મમાં ભાજપે વિશ્વાસ મુક્યો હતો અને 2019 ની લોકસભા ચૂંટણી માટે આણંદ બેઠકના ઉમેદવાર બનાવ્યાં હતાં. પ્રથમ ચૂંટણીમાં જ મિતેશભાઈ 1,97,718 મતોથી જીત હાંસલ કરી હતી.

બનાસકાંઠા બેઠક - કોણ છે ડૉ. રેખાબેન ચૌધરી ? 
ભાજપે આ વખતે બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી ટિકિટ આપી છે. રેખાબેન ચૌધરી પાલનપુરના રહેવાસી છે. જેઓએ એમએસસી, એમફિલ અને મેથેમેટિક્સમાં પીએચડીનો અભ્યાસ કર્યો છે. તેઓ એન્જિનિયરિંગ કોલેજમાં અધ્યાપક પણ રહ્યા છે. રેખાબેન ચૌધરીની ઉંમર 44 વર્ષ છે.

ડૉ. રેખાબેન ચૌધરી ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ 20 વર્ષથી એન્જિનિયરિંગ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ બનાસ ડેરીના આદ્યસ્થાપક સ્વર્ગીય ગલબાભાઇ નાનજીભાઇ પટેલના પૌત્રી છે. તેઓ મહિલા સશક્તિકરણના કાર્યોમાં સતત સક્રિય રહીને દાદાનો વારસો આગળ વધારી રહ્યા છે. રેખાબેનનો પરિવાર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. ડૉ. રેખાબેન ચૌધરી અને તેમના પતિ હિતેશભાઇ ચૌધરી લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. તેમના પતિ હિતેશભાઇ ચૌધરી હાલ મોરબી જિલ્લાના પ્રભારી છે. આ અગાઉ તેઓ કચ્છ જિલ્લાના પ્રભારી તરીકે ફરજ નિભાવી રહ્યા હતા. આ ઉપરાંત તેઓ બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી, યુવા મોર્ચામાં ત્રણ ટર્મ સુધી પ્રદેશ તેમજ રાષ્ટ્રીયકક્ષાએ વિવિધ જવાબદારીઓ નિભાવી છે.

ડૉ. હિતેશભાઇ ચૌધરી ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર અને તથા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ તથા સિન્ડિકેટ મેમ્બર પણ રહી ચુક્યા છે. આ સાથે તેઓ વિદ્યાર્થીકાળ દરમિયાન એબીવીપીમાં સક્રિય કાર્યકર્તા પણ રહ્યા છે. આ સાથે તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના દ્રીતીય વર્ષ શિક્ષિત સ્વયં સેવક પણ રહી ચુક્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
Embed widget